ભાવનગરના પિલગાડૅનમા ગરીબ બાળકો માટે ચાલતી “ભાઇબંઘની નિશાળ” ની કોરોનાના કહેર વચ્ચે પણ સેવા ચાલુ..
- Advertisement -
સરકારશ્રી ના નિર્દેશો અનુસાર નિશાળ 16 માર્ચથી બંધ છે. પણ નિશાળ દ્વારા જરૂરિયાતમંદો ને દાતાઓ ના સહયોગથી ભોજન આપવાની વ્યવસ્થા શરૂ છે.
ત્યારે આ શાળાના સંચાલક એવા ઓમભાઈ ત્રિવેદીએ જણાવતા કહ્યું કે ભૂખતો એમને પણ લાગે છે,તેમાંય બધું બંધ..ક્યાં માંગે..?ક્યાંથી લાવે .?કોણ આપે ..?
- Advertisement -

- Advertisement -
લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ ભૂખ્યા ન સુવે તેવી મોદી સાહેબ ની અપીલને માન આપી ,આપસૌ ના સહયોગ થી ભાઈબંધની નિશાળ દ્વારા છેલ્લા 15 દીવસથી નિયમિત સાંજે સરકારશ્રીના નિયમોનું પાલન કરવા સાથે લોકો ને એકઠા કર્યા વગર,સોશ્યિલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરી તેમના પોતાના સ્થાને ભોજન આપી કોરોના ની સાવચેતી સમજાવવા સાથે હિરલબહેન સંદીપભાઈ વ્યાસ(શ્રદ્ધા મેડિકલ) દ્વારા આપેલ માસ્ક,સેનેટાઈઝર આપી મહામારી સામે લડવાની હિંમત આપી રહ્યો છું.

આ દરિદ્ર નારાયણો ના ભોજન પ્રસાદ,ફ્રુટ,કોરા નાસ્તા,અનાજ માટે,એડવોકેટ અલકાબહેન,હાર્દિકભાઈ,સેવા સમર્પણ ગ્રુપ, સુનિલભાઈ રાજાણી(CA),ગીરીશભાઈ શેઠ,સ્મિતાબેન નરેન્દ્રભાઈ મિશ્રા,સુનંદાબહેન ભીમણી રાજાણી,એડવોકેટ દક્ષેશભાઈ ત્રિવેદી,હિતેશભાઈ બોબી,સમીરભાઈ મોદી, સમીરભાઈ (કોસમોસ),ડો.પૂર્ણિમા બહેન,જીતુભાઇ ખદરપર,મોનાબહેન નિલેશભાઈ અજમેરા તથા ધાર્મિનભાઈ દ્વારા યથાશક્તિ સહયોગ આપવામાં આવ્યો છે.

શાળાના સંચાલક એવા ઓમભાઈ ત્રિવેદીએ જણાવતા કહ્યું આ વ્યવસ્થા 14 એપ્રિલ સુધી અથવા જ્યાં સુધી લોક ડાઉન ની સ્થિતિ રહે ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે.
- Advertisement -