fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

MP માં કોંગ્રેસનું મોટું ઓપરેશન : ૪ અપક્ષોને એક રાતમાં મેનેજ કરી લીધા, થઇ ગઈ કોંગ્રેસની બહુમતી

967

- Advertisement -

મંગળવારે પાંચ રાજ્યોના પરિણામ આવ્યાં, ભાજપ માટે ખરાબ સમાચાર લાવ્યા. પાંચમાંથી એકેય રાજ્યમાં ભાજપ જીતી નહીં. થોડી ઘણી આશા મધ્યપ્રદેશ પાસે રહી જો કે ત્યાં પરિણામ લલચાવનારા રહ્યા પરંતુ કોંગ્રેસે ભાજપને સપનામાંથી બહાર આવવા દીધી નહીં.

મધ્યપ્રદેશની કુલ ૨૩૦ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૧૪, ભાજપને ૧૦૯, સપાને ૦૧, બસપાને ૦૨ તેમજ અપક્ષોને ૪ બેઠકો મળી છે. હવે કોંગ્રેસને બહુમતી માટે બે બેઠકો જરૂરી છે. તો કોંગ્રેસ સિવાયના ૭ અન્યોનું સમર્થન મળે તો ૧૦૯ ભાજપ + ૦૭ એટલે ૧૧૬ બેઠકો થઇ જાય.

- Advertisement -

જો કે ભાજપ માટે આવી રીતે બહુમતી મેળવવાનું સપનું માત્ર સપનું જ રહી જાય તેમ જ છે. મધ્યપ્રદેશમાં ચાર અપક્ષોને કોંગ્રેસે એક જ રાતમાં ઓપરેશન પાર પાડીને પોતાની સાથે લઇ લીધા છે, આ સાથે જ કોંગ્રેસની બેઠકો ૧૧૮ પર પહોંચી ગઈ છે.

- Advertisement -

આ ઉપરાંત સમાજવાદી પક્ષે કરેલા સમર્થન બાદ હવે બસપાએ પણ સમર્થન કરતાં કોંગ્રેસ સાથે અન્ય સાતેય બેઠકો જોડાઈ જતાં કુલ ૧૨૧ બેઠકો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઇ ચુક્યું છે. તો બસપાએ તો રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું છે.

આમ તો ભાજપના તથાકથિત ચાણક્ય કહેવાતા અમિત શાહ માસ્ટર સ્ટ્રોક રમશે એટલે તેઓ પડદા પાછળ છે હાલ, બહાર ત્યારે જ આવશે જયારે એમપીમાં ભાજપ સરકાર બનાવશે.

પરંતુ કોંગ્રેસે એટલી સિફતતા, ચાલાકી અને ચપળતાથી મધ્યપ્રદેશમાં ઓપરેશન પાર પાડ્યું કે અમિત શાહ અને ભાજપ જોતા જ રહી ગયા, કશું ય કરવાનો વારો જ ના આવ્યો, તક જ ના મળી. હારનું ઠીકરું એકબીજા પર ફોડતા રહી ગયા.

રાજકીય ગતિવિધિઓ, રણનીતિઓ, શક્તિ, માસ્ટર પ્લાનિંગમાં કોંગ્રેસ ભાજપ કરતાં ચડીયાતી સાબિત થઇ છે, ૬૦ વર્ષ બાદ કોંગ્રેસની પડતી શરુ થઇ છે તેવું કહેવાતું હતું ત્યારે તેની સામે હવે કોંગ્રેસની ચડતી તો ફરીથી શરુ થઇ ગઈ છે પરંતુ ભાજપની પડતી સાડા ચાર વર્ષમાં જ શરુ થઇ ગઈ છે.

કોંગ્રેસ હવે એકશનમાં આવી જતાં ભાજપ ચિંતામાં મુકાઈ છે, આ બધી બાબતો પછી કોંગ્રેસ પક્ષ તથા કોંગ્રેસીઓના જુસ્સામાં જોરદાર વધારો થયો છે. તથા ભાજપને લોકસભાની ચૂંટણીમાં આ બાબત ઘણી નડી જશે તે નક્કી છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!