fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભાવનગર ના મીની તાજમેહલ કેહવાતા ગંગાદેરી જાળવણી ના અભાવે ખુબ દયનીય હાલતમા.

350

- Advertisement -

અખંડ ભારતની વાત આવે ત્યારે સર્વપ્રથમ બે મહાપુરુષના નામ સ્મરણમા આવે. એક અખંડ ભારતનુ સ્વપ્ન જોનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કે જેમણે સર્વ પ્રથમ પોતાના 1800 પાદર સરદાર વલ્લભભાઈ પટેલના એ અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા તથા પોતાની પ્રજાના હીત માટે સરદાર વલ્લભભાઈ પટેના ચરણોમા સમર્પિત કરી દીઘેલ. પરંતુ આજ ભાવનગરના રાજવીઓ તરફથી મળેલી ઐતિહાસિક સ્મારકોની ભેટને ફક્ત જાળવણીના અભાવે હાલ ખુબ દયનિય હાલતમા છે.

- Advertisement -

- Advertisement -

ભાવનગર શહેરની મઘ્યમા આવેલ ગંગાદેરીએ 1983 માં મહારાજા તખ્તસિંહજી દ્વારા તેમની પત્ની મહારાણી રાજબાની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ રચના 1875 માં સર જ્હોન ગ્રિફિથ દ્વારા બનાવવામાં આવી હતી, જે એક પ્રખ્યાત કલાકાર છે, જે મુંબઈની જે.જે. કોલેજ ઓફ આર્ટસના આચાર્ય પણ હતા.સ્મારકની સ્થાપત્ય શૈલી એ મુગલ અને રાજપૂતનું સંશ્લેષણ છે. મીની તાજમહેલ જેવું લાગે છે, આ ભવ્ય મકાનમાં છત્રી, મંડપ અને બ્રિજ છે, જે બધું સફેદ આરસથી બનેલું છે.

હાલમાં જ ગંગા જળિયા તળાવનાં નવ સર્જન પાછળ લાખો રૂપિયા ખર્ચ કરનાર સરકાર દેરી ની આજુબાજુ ઉગી રહેલ વનસ્પતિ પણ દૂર કરી શકતી નથી. ભાવનગર શહેરના આવા વારસાનું જતન બરાબર રીતે થશે નહી તો ભાવનગર શહેર પાસે રહેલા આ વારસો વિલૂપ્ત થઈ જશે એવી લોક લાગણી હાલ લોકો ના મનમાં ઉભી થઇ છે .ભાવનગર તંત્રને વિનંતી કહે આવા ઐતિહાસિક સ્મારકોની જાળવણી પ્રત્યે થોડીક જાગૃત થાય આવી વિનંતી

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!