કોરોનાના કહેર વચ્ચે ભાવનગરની આ સ્કુલ માનવતા મહેકાવતુ કાર્ય કર્યું
- Advertisement -
સમગ્ર વિશ્વ અને ભારત અત્યારે કોરોનાના કહેરમા લોકડાઉન છે ત્યારે ઘંઘા રોજગાર બંઘ હોવાથી લોકોની આથિક પરીસ્થીતી પણ અત્યારે દયનિય બની છે ભાવનગરની આ શાળા એ માનવતા મહેકાવતુ કાર્ય કર્યું અને બઘાને એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું
- Advertisement -
ભાવનગરની શ્રી તક્ષશિલા વિદ્યાલય, બોર તળાવ રોડના સંચાલક શ્રી અશોક પટેલે આજે સમગ્ર દેશ જ્યારે કોરોનાની મહામારીથી અસરગ્રસ્ત છે, આ શાળાના તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળી રહે એ તે માટે હાલમાં અભ્યાસ કરતા બાળકો કે જે બાલમંદિર અને ધોરણ 1 થી 12 ચાલુ વર્ષે ભણી રહ્યા છે તેમની તમામ માફ કરવાનો નિર્ણય કર્યો છે. શાળામાં ભણતા 700 વિદ્યાર્થીઓની આશરે 6 લાખ જેટલી ફી માફ કરાઈ છે, આ પગલું કેટલાય વાલીઓને રાહત આપશે અને ગુજરાતની અનેક શાળા ઓને આ પગલું લેવા માટે પ્રેરણારૂપ થશે.
- Advertisement -
શાળા સંચાલક અશોક પટેલે આ ઉમદા નિર્ણય કરીને રાજયની તમામ શાળા સંચાલકોને એક આદર્શ પુરો પાડ્યો છે. આ શાળા છેલ્લા ૨૬ વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે. જેની સ્થાપના 1994માં કોંગ્રેસ નેતા મનહર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -