પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ભોં ભેગી, 146 રને થયો કારમો પરાજય
- Advertisement -
પર્થમાં રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ 146 રનથી જીતી લીધી છે. ભારતનો કારમો પરાજય થયો છે. યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ 140 જ રનમાં તંબુ ભેગી થઈ જતા તેનો 146 રને પરાજય થયો હતો.
- Advertisement -
આ સાથે જ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર થઈ છે. આગામી ત્રીજી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરે મેલબોર્ન ખાતે રમાશે. મેચમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને નાયન લાયને 3-3 વિકેટ હાંસલ કરી હતી જ્યારે જોશ હેઝલવુડ અને પેટ કમિંસે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.
- Advertisement -