ભારતના કુલ 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર. જાણો ગુજરાતના કયા કયા સિટીનો સમાવેશ થયો.
- Advertisement -
કેન્દ્ર સરકારે દેશના 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતના સાત શહેરનો સમાવેશ થયો છે. જ્યારે ત્રણ શહેરને ટોપ 10માં સ્થાન મળ્યું છે. આ યાદીમાં અમદાવાદ બીજા ક્રમે છે, સુરત પાંચમા અને વડોદરા 9માં ક્રમે છે. આ ઉપરાંત આ વખતે યાદીમાં રાજકોટ, ગાંધીનગર, દાહોદ અને દીવનો પણ સમાવેશ થયો છે.
રાજકોટ આ યાદીમાં 43માં ક્રમે છે. જ્યારે ગાંધીનગર 50મા ક્રમે, દીવ 99માં અને દાહોદ 59માં ક્રમે છે. આ યાદીમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશનું આગ્રા રહ્યું છે. કેન્દ્ર સરકારને સ્માર્ટ સિટીના રેન્કિગ જાહેર કરી દીધા છે.
- Advertisement -
- Advertisement -

આ રેન્કિગમાં આગ્રા પ્રથમ ક્રમે છે. ગત વર્ષે અમદાવાદ શહેર પ્રથમ ક્રમે રહ્યું હતું. આ સ્માર્ટ સિટીના રેન્ક માટે શહેરમાં જુદી જુદી સવલત, પ્રાથમિક જરૂરિયાત અને સ્વચ્છતાને ધ્યાને લઈને રેન્ક આપવામાં આવે છે.
અમદાવાદ બીજા ક્રમે રહ્યું છે કારણ કે ફંડ ટ્રાંસફરમાં માર્કસ કપાયા હતા. જુદા જુદા પ્રોજેક્ટના અમલીકરણમાં દેશના 100 સ્માર્ટ શહેરની યાદીમાં અમદાવાદને 42.45 માર્કસ મળ્યા છે. જ્યારે આગ્રાને 41.99 માર્કસ મળ્યા છે. ફંડ ટ્રાંસફર મુદ્દે અમદાવાદને 6.96 માર્કસ મળ્યા છે. જે આગ્રાના માર્ક કરતા ઓછા છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો વિકાસકાર્યમાં કેટલો ઉપયોગ થયો એ બાબતને પણ ધ્યાને લેવામાં આવે છે. અમદાવાદનો સ્કોર 67.62 રહ્યો હતો. જ્યારે આગ્રાનો સ્કોર 73.17 રહ્યો હતો. આગ્રા પ્રથમ ક્રમે રહ્યા બાદ અમદાવાદ, કાનપુર, ઈન્દોર, સુરત, વિશાખાપટ્ટનમ, વારાણસી, ભોપાલ, વડોદરા અને નાગપુર ટોપ ટેનમાં આ શહેરો રહ્યા છે.
- Advertisement -