દેશમાં કોરોના મહામારી સામે લડી રહેલાં કોરોના વોરિયર્સને સેના દ્વારા કરવામાં આવી રહ્યું છે સલામ.
- Advertisement -
દેશમાં આજે કોરોના (Corona) ના કર્મવીરોને સરહદના શૂરવીરો દ્વારા સલામી આપવામાં આવી રહી છે. ત્યારે સેનાની ત્રણેય પાંખ દ્વારા કોરોનાની લડાઈ સાથે સંકળાયેલા ડોક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ સહિતના લોકોનું ફ્લાઈ પાસ્ટ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમની શરૂઆત મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ સાથે:
- Advertisement -
- Advertisement -
આ કાર્યક્રમની શરૂઆત દિલ્હી પોલીસ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ સાથે થઈ છે. જે બાદ વાયુસેના દેશભરમાં ફ્લાઈ પાસ્ટ કરશે. પહેલી ફ્લાઈપાસ્ટ શ્રીનગરથી તિવેન્દ્રમ અને બીજી ફ્લાઈ પાસ્ટ ડિબ્રૂગઢથી કચ્છ સુધી થવાની છે. જેમા ભારતીય સેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાયટર જેટ સામેલ થવાના છે.

ગાંધીનગરમાં બે જગ્યાએ પુષ્પવર્ષા:
ગુજરાતના ગાંધીનગરમાં વાયુસેનાએ હેલીકોપ્ટરથી કોરોના વોરિયર્સ પ્રત્યે પુષ્પવર્ષા કરી હતી. કોવિડ 19 હોસ્પિટલ પર સેનાએ પુષ્પવર્ષા કરી.
- Advertisement -