ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના માતૃશ્રીનુ નિઘન
- Advertisement -
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલના માતૃશ્રી અને લીમડા રાજવી પરિવારના સદસ્ય પૂજ્ય રાજેન્દ્રકુંવરબા હરિશ્ચંદ્રસિંહ ગોહિલનુ દુઃખદ નિધન થયેલ છે. શક્તિસિંહ ગોહિલે મંગળવારે બપોરે ટ્વિટ કરી માતૃશ્રીના નિધનના સમાચાર આપ્યા હતા ત્યારે શક્તિસિંહ ગોહિલએ ટ્વિટ કરતાં કહ્યું કે, મારા જીવનમા કદી નહીં પુરી શકાય તેવી ખોટ પડી છે. મારા માતુશ્રીનુ આજે અવસાન થયેલ છે. મારા શુભચિંતકોની સંવેદના અમારા પરિવારની સાથે જ હોય તેનો મને પૂરો વિશ્વાસ છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રાહી છે ત્યારે શોકાંજલી માટે રૂબરૂ ના પધારવા વિનંતી છે.
- Advertisement -
- Advertisement -