Instagram યુઝર્સ માટે ખુશખબર, હવે ડેસ્કટૉપ પરથી પણ કરી શકશો આ કામ
- Advertisement -
સોશિયલ મીડિયા કંપની ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે ડાયરેક્ટ મેસેજિંગ ફીચર જારી કર્યું છે. આ ફીચર મારફતે યુઝર્સ પોતાના લેપટૉપ કે ડેસ્કટૉપથી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાની સાથે-સાથે કોઈને પણ મેસેજ કરી શકશે. તેની જાણકારી કંપનીના સત્તાવર ટ્વીટર એકાઉન્ટમાંથી મળી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ ફીચર ફક્ત ઈન્સ્ટાગ્રામના મોબાઈલ એપ પર ઉપલબ્ધ હતો.
નવું ફીચર મોબાઈલ એપની જેમ કરે છે કામ
- Advertisement -
ઈન્ટાગ્રામનું નવું ફીચર તેવી જ રીતે કામ કરશે જેમ મોબાઈલ એપમાં હોય છે. યુઝર્સ નવા ફીચર મારફતે ડેસ્કટૉપ કે લેપટૉપથી કોઈને પણ મેસેજ કરી શકશે. સાથે જ યુઝર્સને ગ્રુપ બનાવવાની સવિધા મળશે. આ ઉપરાંત મેસેજમાં મોકલવામાં આવેલી તસ્વીરોને લાઈક પણ કરી શકાશે. જ્યારે, કંપનીનું કહેવું છે કે આ ફીચરથી યુઝર્સનો અનુભવ વધારે સારો થશે.
- Advertisement -
કોવિડ-19ને ધ્યાનમાં રાખીને નવુ ફીચર કર્યું લૉન્ચ
ઈન્ટાગ્રામે તાજેતરમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને નવું ફીચર લૉન્ચ કર્યું હતું. આ ફીચરનું નામ ઈન્સ્ટાગ્રામ ફીડ છે. યુઝર્સને આ ફીચર્સ મારફતે વાયરસ સાથે જોડાયેલી દરેક પ્રકારની જાણકારી મળે છે. જો કે, કંપનીએ આ ફીચરની જાહેરાત ફેબ્રુઆરીમાં જ કરી દીધી હતી.
ઈન્સ્ટાગ્રામ ફીડમાંતી મળશે દરેક પ્રકારની જાણકારી
યુઝર્સને ઈન્ટાગ્રામ ફીડ પર વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન સાથે સ્થાનીક સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવતી જાણકારી મળશે. કંપુનીનું કહેવું છે કે, અમે આ ફીડ મારફતે યુઝર્સ સુધી કોરોના વાયરસ સાથે જોડાયેલી દરેક જાણકારી પહોંચાડીશું.
- Advertisement -