IPL હરાજી/ ચેન્નાઈ સુપરકિંગ્સ 2 જ ખેલાડી ખરીદી શકશે, પંજાબ પાસે 15 ખેલાડીને ખરીદવાનો મોકો
- Advertisement -
દરેક 8 ફ્રેન્ચાઈઝી મહત્તમ 70 ખેલાડીઓને ખરીદી શકે છે
– દરેક ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને ખરીદવા માટે મહત્તમ રૂ. 80 કરોડનો ખર્ચ કરી શકે છે
– એક ટીમમાં મહત્તમ 17 ભારતીય અને આઠ વિદેશી ખેલાડીઓને પસંદ કરી શકે છે
નેશનલ ડેસ્ક: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019 એટલે કે ટૂર્નામેન્ટની 12મી સીરિઝ માટે આજે 346 ખેલાડીઓની હરાજી થશે. જોકે તેમાંથી વધુમાં વધુ 70 ખેલાડીઓને જ ખરીદી શકાશે. કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ 15 ખેલાડીઓ ખરીદવાની જગ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 2 જખેલાડીઓ ખરીદવાનો મોકો છે. ચેન્નાઈ પાસે બે ખેલાડીઓ ખરીદવા માટે રૂ. 8.4 કરોડ છે. જ્યારે કિંગ્સ ઈવેલન પંજાબે રૂ. 36.20 કરોડમાં 15 ખેલાડીઓ ખરીદવાના રહેશે. હરાજીમાં રાખવામાં આવેલા ખેલાડીઓને બે ગ્રૂપ કેપ્ડ અને અનકેપ્ડ ક્રિકેટર્સમાં વહેંચવામાં આવ્યા છે.
- Advertisement -
118 કેપ્ડ ખેલાડીઓને બે કરોડ, 1.5 કરોડ, એક કરોડ, 75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં નવ ખેલાડી છે. તે દરેક વિદેશી છે. રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં 10 ખેલાડીઓ છે. અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 228 છે. તેમને ત્રણ રીતે- 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે.
વિદેશી ક્રિકેટર્સને ખરીદવાની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સૌથી વધારે પાંચ ખેલાડીઓને ખરીદી શકશે. ભારતીય ખેલાડીઓને ખરીદવાના મામલે કિંગ્સ ઈલેવન પંજાબ પહેલા નંબરે છે. બીજા નબંરે રોયલ ચેલેન્જર્સ બેગલુરુ (આરસીબી) છે.
કેપ્ડ ખેલાડીઓ (નેશનલ-ઈન્ટરનેશનલ મેચ રમતા ખેલાડીઓ)
બેઝ પ્રાઈઝ | કુલ ખેલાડી | ભારતીય ખેલાડી | વિદેશી ખેલાડી |
બે કરોડ રૂપિયા | 09 | 00 | 09 |
1.5 કરોડ રૂપિયા | 10 | 01 | 09 |
1 કરોડ રૂપિયા | 19 | 04 | 15 |
75 લાખ રૂપિયા | 18 | 02 | 16 |
50 લાખ રૂપિયા | 62 | 18 | 44 |
અનકેપ્ડ ખેલાડીઓ (માત્ર ડોમેસ્ટીક મેચ રમતા ખેલાડીઓ)
- Advertisement -
બેઝપ્રાઈઝ | કુલ | ભારતીય ખેલાડી | વિદેશી ખેલાડી |
40 લાખ | 07 | 00 | 07 |
30 લાખ | 08 | 05 | 03 |
20 લાખ | 213 | 196 | 16 |
ચેન્નાઈ સુપર કિંગ્સ- આઈપીએલ-11ની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે ગઈ સીરિઝના 23 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં 15 ભારતીય અને 8 વિદેશી છે. તે માટે ટીમ 73.6 કરોડ ખર્ચ કરી ચૂકી છે. હવે તેમની પાસે 8.4 કરોડ વધ્યા છે. આટલી રકમમાં તેઓ માત્ર બે ભારતીય ખેલાડીઓ ખરીદી શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ- આ વર્ષે આઈપીએલની ફાઈનલ રમનારી સનરાઈઝ હૈદરાબાદે તેમની આગલી સીરિઝના જૂના ખેલાડીઓ પર વિશ્વાસ જતાવ્યો છે. તેમણે 20 ખેલાડીઓને રિટેન કર્યા છે. તે માટે તેમણે 72.3 કરોડનો ખર્ચ કર્યો છે. હવે તેમની પાસે રૂ. 9.7 કરોડ છે. આટલી રકમમાં તેઓ વધુમાં વધુ 3 ભારતીય અને 2 વિદેશી ખેલાડીઓ ખરીદી શકશે.
કોલકાતા નાઈટરાઈડર્સ (કેકેઆર)- આઈપીએલ-11ના ક્વોલફાયર-2 સુધી પહોંચનારી કોલકાતા નાઈટરાઈડર્સે 2019 માટે 13 ખેલાડીઓને રિટેન કર્યા છે. જોકે તે માટે તેઓ 66.8 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે. હવે તેઓ વધુમાં વધુ 12 ખેલાડીઓ ખરીદી શકે છે. તેમાં સાત ભારતીય અને પાંચ વિદેશી હોઈ શકે છે. તે માટે તેમની પાસે 15.2 કરોડ રૂપિયા છે.
rajasthan royals આ વર્ષે એલિમિનેટર રાઉન્ડમાં બહાર થનારા રાજસ્થાન રોયલ્સે આગામી સીઝન માટે પોતાના 16 ખેલાડીઓ રિટર્ન કર્યા. જેમાં 11 ભારતીય અને 5 વિદેશી છે. તેના માટે તેઓએ 66.8 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં. હવે તેમના ખાતામાં 20.95 કરોડ વધ્યાં છે. આટલાં રૂપિયામાં તેની પાસે વધુમાં વધુ 6 ભારતીય અને 3 વિદેશી ખેલાડીઓને ખરીદવાની તક છે.
મુંબઈ ઈન્ડિયન્સઃ 3 વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે ક્વોલિફાયરમાં જગ્યા નથી બનાવી શક્યું. જો કે તેમના જૂનાં ખેલાડીઓ પરનો વિશ્વાસ કાયમ છે. તેઓએ 18 ખેલાડીઓને રિટર્ન કર્યાં છે. જેમાં 11 ભારતીય અને 7 વિદેશી છે. આ ખેલાડીઓ પર 70.85 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. હવે તેમની પાસે 11.5 કરોડ રૂપિયા વધ્યાં છે જેમાં તેઓ વધુમાં વધુ 6 ભારતીય અને 1 વિદેશી ખેલાડી ખરીદી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુઃ આ વર્ષે છઠ્ઠા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 15 ખેલાડીઓને રિટર્ન કર્યાં છે. જેમાં 9 ભારતીય અને 6 વિદેશી છે. આ માટે બેંગલુરુએ 63.85 રૂપિયા ખર્ચ કર્યાં. હવે તેમના ખાતામાં 18.15 કરોડ રૂપિયા વધ્યાં છે. આટલી રકમમાં તેઓ વધુમાં 8 ભારતીય અને 2 વિદેશી ખેલાડી ખરીદી શકે છે.
કિંગ્સ ઈલેવન પંજાબઃ આ વર્ષે ટૂર્નામેન્ટમાં કિંગ્સ ઈલેવન પંજાબ ક્વોલફાયર થયું હતું. એટલે જ તેઓએ ખેલાડીઓને રિટર્ન કરવામાં વધુ વિશ્વાસ નથી કર્યો. તેઓએ 10 ખેલાડીઓને રિટર્ન કર્યાં, જેમાંથી 6 ભારતીય અને 4 વિદેશી છે. આ માટે તેઓએ 45.8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. હવે તેમની પાસે 36.2 કરોડ રૂપિયા વધ્યા છે. જેમાં તેઓ વધુમાં વધુ 11 ભારતીય અને 4 વિદેશી ખેલાડી ખરીદી શકે છે.
દિલ્હી કેપિટલ્સઃ delhi daredeviles નું નવું નામ દિલ્હી કેપિટલ્સ થયું છે. તેઓએ 15 ખેલાડીઓને રિટર્ન કર્યાં છે. જેમાંથી 10 ભારતીય અને 5 વિદેશી છે. આ માટે તેઓ ક્રિકેટર્સ પર 56.5 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુક્યાં છે. હવે તેમની પાસે 25.5 કરોડ રૂપિયા વધ્યાં છે. આટલી રકમમાં તેઓ વધુમાં વધુ 7 ભારતીય અને 3 વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે
- Advertisement -