fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

જસદણ પેટાચૂંટણીનો ધમધમાટ: ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારક, આ રહી યાદી..

1,341

- Advertisement -

- Advertisement -

ભાજપે ૩૫ સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી તંત્રને સુપ્રત કરી : ટૂંક સમયમાં સભાઓ ગોઠવવાનો નિર્દેશઃ કોંગ્રેસમાં નથી કોઈ ઠેકાણા

જસદણની પેટા ચૂંટણીમાં પ્રચારની કોઈ કચાશ ન રહે તે માટે ભાજપ દ્વારા ફિલ્મસ્ટાર સહિતના ૩૫ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની સહિતના 35 પ્રચારકોનું લિસ્ટ જિલ્લા ચૂંટણી તંત્રને સુપ્રત કરી દેવાયું છે.

ભાજપે પ્રચારની તમામ તૈયારીઓ કરી નામ પણ મોકલી આપ્યા છે ત્યારે હજૂ કોંગ્રેસ નિંદ્રામાં હોય તેમ કોઈ ઠેકાણા નથી. તંત્રને યાદી પણ નથી મોકલાઈ. જસદણની પેટા ચૂંટણીમાં આવતા સપ્તાહથી સ્ટાર પ્રચારકો એક પછી એક આવતા થઈ જશે. સ્ટાર પ્રચારકોની યાદીમાં ફિલ્મ સ્ટાર અને સાંસદ પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની, ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડીયા અને હિતુ કનોડીયા આવી રહયા છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી, ફળદુ, મોહનભાઈ કુંડારીયા, નારણભાઈ કાછડીયા, વિભાવરીબેન દવે, ભરતભાઈ બોઘરા, વાસણભાઈ આહિર વિગેરે ઉપરાંત કોળી સમાજના આગેવાનો રાજેશ ચૂડાસમા, શંકરભાઈ વેગડ ભારતીબેન શિયાળ, હિરાભાઈ સોલંકી, દેવજીભાઈ ફતેપરાનો પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!