ગુરૃવારે ભાવનગર અને બોટાદ જિલ્લાકક્ષાનો જોબમેળો યોજાશે
- Advertisement -
વિદ્યાર્થીઓને તેઓના કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારીની પ્રાપ્તિ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. આ હેતુને સાર્થક કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત (ગ્રાંટ-ઈન-એઈડ) કોલેજો ખાતે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની તક ઉપલબ્ધ થાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં પ્રત્યેક જિલ્લા દીઠ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કર્યું છે.
રાજ્યના જિલ્લાઓને ધ્યાને લેતા જુદાં જુદાં ૩૦ સ્થળોએ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લેસમેન્ટ ડ્રાઈવ અંતર્ગત ગુજરાત સરકારીના શિક્ષણ વિભાગ તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટી, ભાવનગર અને કેસીજી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભાવનગર, બોટાદ જિલ્લા ઝોન-૫, નોડ-૩ના મેગા પ્લેસમેન્ટ ફ્ેર-૨૦૨૦નું આયોજન આગામી તારીખ ૧૩ના રોજ સવારે ૧૦ કલાક થી એમ.જે.કોલેજ ઓફ્ કોમર્સ, વિદ્યાનગર ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે.
- Advertisement -
- Advertisement -
આ ફ્ેરમાં બી.એ,બી.કોમ, બીએસસી, બીસીએ, એન્જીનિયરીંગ જેવી શાખાઓના સ્નાતક તેમજ અનુસ્નાતક ભવન ના વિદ્યાર્થીઓ કે જે અગાવથી કેસીજીના પ્લેસમેન્ટ પોર્ટલ પર નોંધાયેલા છે, તેઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ સ્પોટ(તત્કાલ) રજીસ્ટ્રેશન દ્વારા ભાગ લઈ શકશે.
હાલમા પોર્ટલ પર ૨૯૧૪ વિદ્યાર્થીઓ, ૧૧૦ કંપનીઓ અને ૧૩૯૮ વેકેન્સીઝ નોંધાયેલ છે. આ જોબફ્ેરમાં બેન્કીંગ, ફર્મા, ઈન્સ્યોરન્સ, ઓટોમોબાઈલ, કંસ્ટ્રક્શન, માર્કેટીંગ, એકાઉન્ટીંગ જેવા સેક્ટરની મધુસીલીકા, ટીસીએસ, નિરમા, યુરેકાફેબ્સ, એલઆઈસી, એસ.સી.જી, એસ.આર.એલ ડાયગ્નોસ્ટીક જેવી કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે.
આ પ્લેસમેંટ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને ઉમેદવારો વચ્ચે એક ઉત્તમ સેતુ બની તેમની આવશ્યક્તાઓને પરિપુર્ણે કરવા માટે સેવા આપવાનો છે.
- Advertisement -