જૂનાગઢના 99 વર્ષના પૂર્વ ધારાસભ્યએ રૂ.51,000નો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપ્યો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફોન કરીને શુભેચ્છા પાઠવી
- Advertisement -
PM મોદીએ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ને ફોન કરી કહ્યું-રત્નાબાપા તમને બહુ જ યાદ કરીએ છીએ.
- Advertisement -
“જૂનાગઢના 99 વર્ષના પૂર્વ ધારાસભ્યએ રૂ.51,000નો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપ્યો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફોન કરીને શુભેચ્છા પાઠવી.”
- Advertisement -
હાલ દેશ જે મહામારીનો સામનો કરી રહ્યું છે તેમાં સહાયરૂપ થવા માટે દેશના ખૂણેખાંચરેથી લોકો સામે આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના વર્ષ 1975-80 ના સમયગાળામાં ધારાસભ્ય તરીકે સેવા આપનાર અને સાદું જીવન જીવનારા રત્નાબાપા ઠુંમર દ્વારા તેમની મરણમૂડીની બચત તરીકે રાખેલા રૂ.51,000 મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપવામાં આવ્યા. કલેકટરશ્રીને ચેક આપીને આ રકમ અર્પણ કરવામાં આવી.
એક સમયના ધારાસભ્ય અને હાલ 99 વર્ષની આયુ ધરાવતા રત્નાબાપાનું આ કાર્ય ખરેખર સરાહનીય અને ઉદાહરણ રૂપ છે એ વાતની જાણ ત્યારે થાઈ જ્યારે ખુદ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમને આ કાર્ય બદલ ફોન કરીને શુભેચ્છાઓ પાઠવતા હોય
- Advertisement -