fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

કેરળ માં માનવતાને શર્મ સાર કરે તેવી ઘટના સામે આવી જાણો શું છે વિગત

574

- Advertisement -

માણસ એક ક્રૂર /હિંસક/સ્વાર્થી પ્રાણી છે એવું વારંવાર તેના પુરાવા રૂપ ઘટના ઓ સમયાંતરે આપણી સામે આવતી રહેતી હોય છે. પોતાના સ્વાર્થ-વાસના-પર પીડન વૃત્તિ ને સંતોષવા માણસ જાત ગમે તે હદ સુધી જઈ શકે છે .આવો જ એક કિસ્સો કેરળમા સામે આવ્યો છે.

કેરળમાં એક હાથણીની સાથે ક્રુરતાપૂર્વકની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કેટલાંક લોકોએ હાથણીને ફટાકડાંથી ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું. જેના કારણે તેનું મોઢું ફાટી ગયું. અને ગર્ભવતી માદા હાથીનું મોત થઈ ગયું. આ પ્રકારની ક્રુર હરકત ખાસ કરીને શિકારીઓ દ્વારા કરવામાં આવે છે જ્યારે તેઓ જંગલી ભુંડને પકડવા જાય છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઉત્તરી કેરળના મલપ્પુરમમાં એક ફોરેસ્ટ ઓફિસરે આ ઘટનાને પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી.

- Advertisement -

હાથણીની સાથે ક્રુરતાપૂર્વકની ઘટના સામે આવી

- Advertisement -

ફોરેસ્ટ અધિકારીએ શેર કરતાંની સાથે જ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ. રેસ્ક્યૂ ટીમમાં સામેલ મોહન કૃષ્ણને ફેસબુક પર લખ્યું કે માદા હાથી ખાવાની શોધમાં જંગલ નજીક પહોંચી ગઈ હતી. જ્યાં તે ખાવાનું શોધી રહી હતી ત્યારે કેટલાંક લોકોએ તેને ફટાકડાં ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું.

કેટલાંક લોકોએ તેને ફટાકડાં ભરેલું અનાનસ ખવડાવી દીધું

ફટાકડાં એટલા અસરદાર હતા કે તેનું મોઢું અને જીભ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તે ખાવાની તલાશમાં ભટકતી રહી તેમજ દર્દના કારણે તે કંઈ ખાઈ પણ ન શકી. માદા હાથી ઘાયલ થઈ હોવા છતાં કોઈને નુકસાન ન પહોંચાડ્યું તેમજ કોઈના પર હુમલો પણ ન કર્યો.

માદા હાથી ખાવાની શોધમાં વેલ્લિયાર નદી સુધી પહોંચી ગઈ

અધિકારીએ વધુમાં લખ્યું કે માદા હાથી ખાવાની શોધમાં વેલ્લિયાર નદી સુધી પહોંચી ગઈ કેમકે તેના પેટમાં બાળક હતું. તે પાણીમાં ઊભી રહી ગઈ અને પાણીમાં મોઢું નાખી દીધું જેથી તેને થોડો આરામ મળ્યો. જ્યારે હાથીની દયાજનક સ્થિતિ અંગે ફોરેસ્ટ અધિકારીને જાણ થઈ તો તેઓએ હાથીઓના ઝુંડને સાથે રાખીને નદીમાંથી બહાર કાઢી હતી. ભારે મુશ્કેલી બાદ તેને પાણીમાંથી કાઢવામાં આવી હતી પરંતુ તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું. ગર્ભવતી હાથીના મોત બાદ તેનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે પણ આ ઘટનાને ઘણી ક્રુર ગણાવી. અને આવી ઘટના તેઓએ પહેલી વખત જોઈ તેમ કહ્યું.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!