આજે છે કિંજલ દવેનો જન્મદિવસ, તેના વિશેની આ વાત કદાચ તમે નહીં જાણતા હોવ..
- Advertisement -
ગુજરાતની લોકલાડીલી ગાયક કલાકાર કિંજલ દવેનો આજે એટલે કે ૨૪ નવેમ્બરે જન્મદિવસ છે. ૨૪ નવેમ્બર ૧૯૯૯ ના રોજ જન્મેલી કિંજલ દવે આજે ૧૯ વર્ષની થઇ છે અને ૨૦ માં વર્ષમાં પ્રવેશી ચુકી છે.
કિંજલ દવેની છ મહિના અગાઉ પવન જોશી સાથે સગાઈ થઇ હતી અને આવનારા સમયમાં તેના લગ્ન પણ યોજાશે.
- Advertisement -
કિંજલ દવે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’, ‘ગોગો મારો ગોમ ધણી’, ‘ઓ સાયબા’, ‘અમે લહેરીલાલા’ જેવા ગીતોને કારણે ફેમસ થઇ છે.
હરવા ફરવા અને મોજમજાની ઉંમરમાં કિંજલ દવેએ દેશ અને દુનિયામાં તેનું નામ રોશન કરી દીધું છે, આજે કિંજલ દવેના કાર્યક્રમોમાં સમાય નહીં તેટલી ભીડ ગ્રાઉન્ડ પર ઉમટી પડતી હોય છે.
કિંજલ દવેના ફિયાન્સ પવન જોશીએ કિંજલ સાથે જન્મદિવસની ઉજવણીની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, ”આ ખાસ દિવસે તને તમામ ખુશીઓ, સફળતા, સારું સ્વાસ્થ્ય અને સપોર્ટ મળે તેવી કામના સાથે જન્મદિવસની શુભેચ્છા.”
કિંજલ દવે વિશેની જાણી અજાણી વાતો
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના નાના ગામ જેસંગપરામાં થયો હતો. નાનપણથી જ કિંજલ દવેને ગીતો ગાવાનો શોખ હતો.
- Advertisement -
ચાર ચાર બંગડીવાળી ગાડી’ થી ફેમસ થયેલ કિંજલ દવે પાસે આજે પોતાની ઈનોવા કાર છે, એકસમયે તેમના પરિવાર પાસે સાઈકલના પણ રૂપિયા નહોતા.
કિંજલ દવે લોકગીતો, લગ્ન ગીતો, ભજન, ગરબા ઉપરાંત ગુજરાતી ફિલ્મના ગીતો પણ ગાય છે તો આગામી સમયમાં તે એક ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરતી પણ જોવા મળશે
પાટણ જિલ્લાના જેસંગપરા ગામથી તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો હતો. આજે કિંજલ દવે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં 2 BHK ફ્લેટમાં તેના પરિવાર સાથે રહે છે.
કિંજલના દાદા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કિંજલ દવે આટલી મોટી ગાયિકા હોવા છતાં ત્રણ રૂમના ફ્લેટમાં રહે છે, જ્યાં તેની સાથે તેના માતા – પિતા અને ભાઈ સાથેનો ચાર જણાનો પરિવાર રહે છે.
કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમાંથી જે કંઈ પૈસા આવે તેનાથી ઘરનું ગુજારન ચલાવતા હતા.
ઘરની જરૂરિયાતને પૂરી કરવા માટે કિંજલનો પરિવાર ટિફિન સર્વિસ પણ ચલાવતો હતો. કિંજલનાં માતા-પિતા એક રૂમ અને રસોડા વાળા ઘરમાં રહેતા હતા. આમ કિંજલ ગરીબીમાં ઉછરી છે.
તો કિંજલ દવેનું સાચું પૂરું નામ કિંજલ જોશી છે, ભલે તે દવે અટકથી ફેમસ થઇ હોય પરંતુ તે ડોક્યુમેન્ટ્સ પર દરેક જગ્યાએ કિંજલ જોશી લખાવે છે. તો તેનું બાળપણનું લાડકવાયું નામ કાનજી છે.
કિંજલને ભોજનમાં ભાખરી, ખીચડી,કઢી ખૂબ ભાવે છે. તે હંમેશા હલ્કુ ફુલ્કુ ભોજન લે છે. તો તેની ફેવરેટ હિરોઈન દીપિકા પાદુકોણ છે.
- Advertisement -