- Advertisement -
અમરેલી : બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં મોટાભાગના રોડ રસ્તાઓ નવા બનાવવા અને મરામત કરી પેવર કરવાની ભારે ઝુંબેશ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
અહીં સમગ્ર લાઠી વિધાનસભા વિસ્તારમાં મોટા ભાગના ગ્રામ્યવિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે માર્ગો નવા બનાવવા તેમજ મરામત કરી પેવર કરવાની રાજ્ય સરકાર પાસેથી જરૂરી મંજૂરી પણ મેળવી તાત્કાલિક અસરથી રોડ રસ્તાઓ નું કામ પણ ધારાસભ્ય પોતાની સીધી દેખરેખ હેઠળ શરૂ કરાવી રહ્યા છે .
- Advertisement -
- Advertisement -
સમગ્ર પંથકમાં વર્ષો જુના રોડ રસ્તાઓ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા લોકોમાં પણ ભારે આનંદ જોવા મળી રહ્યો છે .
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં રૂપિયા દોઢ કરોડ ના ખર્ચે સુવિધાપથ મંજુર કરાવતા સ્થાનિક લોકો ખુશી છવાય ગય છે .
લાઠી તાલુકાના કાચરડી ઢસા જંકશન રોડ રૂપિયા ૬૦ લાખ તેમજ જરખિયા ગોવિંદપુર ૫૪ લાખ અને બાબરા તાલુકાના ગમાંપીપળીયા મિયા ખીજડીયા રોડ ૩૩ લાખ ના ખર્ચે સુવિધાપથ સીસી રોડ બોક્ષ કટિંગ, મેટલિંગ બેડિંગ,અને સીસી રોડ કરવાના માં આવશે.
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકાર પાસેથી તમામ રોડની મંજુર મેળવી જોબ નંબર ફાળવી દેવતા ગ્રામ્યવિસ્તારમાં ના લોકો માં આનંદની લાગણી વ્યક્ત કરી ધારસભ્ય નો આભાર વ્યકત કર્યો હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
- Advertisement -