fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

Whatsapp પર પોતાના ફોટાને કેવી રીતે બનાવી શકાય છે STICKER? જાણો આખી પદ્ધતિ

988

- Advertisement -

Whatsappએ હાલમાં જ સ્ટીકરનું ફીચર લોન્ચ કર્યું છે જે યુઝર્સમાં ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. ઘણા યુઝર્સ હજી પણ એવા છે જેમને આ અપડેટ મળ્યું નથી અથવા તેમને સ્ટીકર કેવી રીતે યુઝ કરવું તે જાણકારી નથી તો ચાલો જાણીએ કેવી રીતે તમે તમારું પોતાનું સ્ટીકર બનાવી શકો છો.

આવી રીતે બની શકે છે તમારું પોતાનું સ્ટીકર

- Advertisement -

- Advertisement -

તમારું પોતાનું સ્ટીકર બનાવવા માટે સૌથી પહેલાં તમારે ‘Sticker Maker for WhatsApp’ એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ તમને ગૂગલ પ્લે પર મળી જશે. એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં ‘Create a new Sticker Pack’ પર ક્લિક કરો.

ત્યાર પછી તમારા સ્ટીકર માટે સ્ટીકર પેકનું નામ અને ઓથરનું નામ એન્ટર કરો. ત્યાર પછીના પેજ પર તમને મીડિયા એડ કરવા માટેનું ઓપ્શન મળશે. જોકે ટોપ પર જે આઈકોન હશે તે ટ્રે આઈકોન હશે જે Whatsappમાં સ્ટીકર પેકની ઓળખ માટે હશે. ધ્યાન રહે કે ટ્રે આઈકોન સ્ટીકરના રૂપમાં નહીં દેખાશે.

ત્યાર પછી તમારું સ્ટીકર બનાવવા માટે ‘Add સ્ટીકર’ પર ક્લિક કરો. ત્યાર પછી યુઝર્સ Custom Sticker ગૂગલ ફોટોઝ અથવા ગેલેરી ફોટો સિલેક્ટ કરી શકે છે. એક ઈમેજ સિલેક્ટ કર્યા પછી તમે તેને ક્રોપ પણ કરી શકો છો. ખોટી ઈમેજ હોય તો તેને તમને રિસેટ પણ કરીને ક્રોપ કરી શકો છો. એક સ્ટીકર પેકમાં તમે 30 સ્ટીકર એડ કરી શકો છો. ‘Publish Sticker Pack’ પર ક્લિક કર્યા પછી આ સ્ટીકર જાતે જ Whatsapp પર એડ થઈ જશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!