- Advertisement -
2010થી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવાનું તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાકાર થયું. દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર પટેલની 143મી જયંતિ પર પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું. આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. ગુજરાતના પોતાના પનોતા પુત્રનું ઋણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરીને તેમના જન્મદિને ચૂકવશે. આ અંગેના તમામ લાઇવ અપડેટ્સ
– નરેન્દ્ર મોદીએ 30 નદીઓના જળાભિષેક અને મંત્રોચ્ચાર સાથે કર્યું પૂજન
– સરદાર પટેલ ઇચ્છતા હતા કે ભારત સશકત, સુદ્રઢ, સંવેદનશીલ, સતર્ક અને સમાવેશી બન્યા. અમારા તમામ પ્રયાસ તેમના એ સપનાને સાકાર કરવાની દિશામાં થઇ રહ્યો છે. કેટલીક વખત તો હું હેરાન થઇ જતો, જ્યારે દેશમાં જ કેટલાંક લોકો અમારી આ મુહિમને રાજકારણ સાથે જોડીને જુએ છે. સરદાર પટેલ જેવા મહાપુરુષો, દેશના સપૂતોની પ્રશંસા કરવા માટે પણ અમારી આલોચના થવા લાગી છે. એવા અનુભવ કરાવ્યા છે માનો કે અમે બહુ મોટો ગુનો કરી દીધો છે: પીએમ મોદી
- Advertisement -
– સતપુડા અને વિંધ્યના આ આંચલમાં વસેલી આ તમામ પ્રજાને પ્રકૃતિએ જે પણ કંઇ સોંપ્યું છે તે હવે આધુનિક રૂપમાં પોતાને કામ આવનાર છે. દેશે જે જંગલો અંગે કવિતાઓ વાંચ્યું, હવે આ જંગલો, એ આદિવાસીઓને આખી દુનિયા પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરનાર છે.
- Advertisement -
સરદાર સાહેબની પ્રતિમાની આસપાસના વિસ્તારને ગુજરાત સરકાર ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરી રહ્યું છે. ફૂલોની ઘાટી આ સ્મારકનું આકર્ષણ વધુ વધારશે. હું ઇચ્છું છું કે એક એકતા નર્સરી બને. અહીં આવનાર ટુરિસ્ટ આ નર્સરીમાંથી એકતાનું ઝાડ ઘરે લઇ જાય: પીએમ મોદી
– આજે જે આ સફર એક પડાવ સુધી પહોંચ્યો છે, તેની યાત્રા 8 વર્ષ પહેલાં આજના દિવસે જ શરૂ થઇ હતી. 31મી ઑક્ટોબર 2010ના રોજ અમદાવાદમાં મેં તેનો વિચાર સૌની સામે મૂકયો હતો. કરોડો ભારતીયોની જેમ ત્યારે મારા મનમાં એક જ ભાવના હતી કે જે વ્યક્તિએ દેશને એક કરવા માટે આટલો મોટો પુરુષાર્થ કર્યો હોય, તેને સમ્માન ચોક્કસ મળવું જોઇએ જેના તેઓ હકદાર છે: પીએમ મોદી
– આ પ્રતિમા ભારતના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવનારાઓને યાદ અપાવા માટે છે કે આ રાષ્ટ્ર શાશ્વત હતું, શાશ્વત છે અને શાશ્વત રહેશે: પીએમ મોદી
– આ પ્રતિમા, સરદાર પટેલના એ પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું પ્રકટીકરણ છે. આ પ્રતિમા તેમના સામર્થ્ય અને સમર્પણનું સમ્માન તો છે જે, આ ન્યૂ ઇન્ડિયા, નવા ભારતના નવા આત્મવિશ્વાસની પણ અભિવ્યક્તિ છે: પીએમ મોદી
– દેશના લોકતંત્રથી સામાન્ય પ્રજાને જોડવા માટે તેઓ હંમેશા સમર્પિત રહ્યાં. મહિલાઓને ભારતના રાજકારણમાં સક્રિય યોગદાનનો અધિકાર આપવા પાછળ પણ સરદાર પટેલનો ખૂબ મોટો રોલ રહ્યો છે: પીએમ મોદી
ઇતિહાસ એ જ રચે છે જે ઇતિહાસથી પ્રેરણા પ્રાપ્ત કરે છે: વિજય રૂપાણી, સીએમ ગુજરાત
– સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા પીએમ મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ અને અન્ય નેતા પણ હાજર
- Advertisement -