- Advertisement -
અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષાને લઇને પેપર લીક થવાની જાણ થતા પરીક્ષાને તાત્કાલીક રીતે રદ કરી દેવામાં આવી છે. પેપરમાં પુછવામાં આવેવા પ્રશ્નોનોના જવાબ પરથી જાણ થઇ કે પેપર લીક થયું છે, ગાંધીનગરથી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. અને તેમણે પત્રકાર પરિષદ યોજીને આ રદ થયેલી પરીક્ષાની જાણકારી આપી હતી. અને પરીક્ષાર્થીઓની માફી માંગી હતી.
પરીક્ષાર્થીઓને આ અંગેની જાણકારી આપાવમાં આવી રહી છે. કે પરીક્ષા રદ કરવામાં આવી છે, રાજ્યમાં આજે (રવિવારે) લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો રાજ્યના અલગ -અલગ વિસ્તારોમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. મહત્વનું છે, કે 9713 જેટલી ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યમાં પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ ક
- Advertisement -
- Advertisement -
અમદાવાદમાં પણ ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજ્યમાં લોકરક્ષકની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો પરીક્ષા સેન્ટરો પર ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં 283 સેન્ટરો પર પરીક્ષા યોજાઇ રહી છે. તમામ સેન્ટરો પર એક પીએસઆઇ, એક એએસઆઇ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. 73 ફ્લાઇંગ સ્કોડ સમગ્ર પરીક્ષા દરમિયાન દેખરેખ રાખશે.
સુરતમાં પણ 70 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
સુરતમાં પણ લોકરક્ષક દળ માટે 70 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. સુરત શહેરની 172 શાળાઓમાં પરીક્ષા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષામાં કોઇ પ્રકારની ગેરરીતી ન થાય તે અંગેની પૂરેપૂરી તકેદારી રાખવા માટે શિક્ષણ તંત્ર અને પોલીસ તંત્રને સતર્ક રહેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં આશરે 5 હજાર જેટલા કર્મચારીઓનો પરીક્ષા પર દેખરેખ રાખી રહ્યા છે.
- Advertisement -
Good