fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

LRD પેપર લીક કાંડ: રૂ.450 કરોડનું કૌભાંડ હોવાના અંદાજને પોલીસનું સમર્થન…

592

- Advertisement -

LRD પેપર લીક કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં LRDનું પેપર 80 હજાર ઉમેદવારોએ ખરીદેલું હતુ. જો આ કેસમાં 120 Bનો ગુનો નોંધાય તો પોલીસની ઊંઘ હરામ થઈ જાય.

રૂ.450 કરોડનું કૌભાંડ હોવાના અંદાજને પોલીસનું સમર્થન મળ્યું છે. CDR સોશિયલ મીડિયાની તપાસથી કૌભાંડનો અંદાજ આવી ગયો છે. 15 આરોપીના સોશિયલ મીડિયાના એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી છે. એકાઉન્ટની ચકાસણીમાં હજારો ઉમેદવારના નામ ખુલ્યા છે. રાજ્યભરમાં પેપર લીક થયાનું પોલીસ નકારતી નથી.

- Advertisement -

- Advertisement -

ઉલ્લેખનિય છે કે રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે 2 ડિસેમ્બર-2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

જેથી રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષા ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. 6 જાન્યુઆરી, 2019 રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!