Breaking News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિની કરી જાહેરાત
- Advertisement -
ભારતને 2-2 વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન 39 વર્ષનાં મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. તેણે શનિવારે 16 વર્ષનાં લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરને વિરામ આપ્યો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશની સામે વનડે રમીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતુ. જોકે, એમએસ ધોની આઈપીએલ રમતા રહેશે. એવામાં તેમના ચાહકો IPLમાં ધોનીને રમતા જોઈ શકે છે.
- Advertisement -
મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલાંથી જ સંન્યાસ લઈ ચૂક્યા છે. ધોનીએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયાની સામે મેલબર્નમાં રમી હતી. તેના સિવાય ધોનીએ પોતાની છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચ ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયાની સામે બેંગ્લોરમાં રમી હતી. જ્યારે વર્લ્ડકપ સેમીફાઈનલ (9-10 જૂલાઈ 2019) તેની છેલ્લી વન ડે ઈન્ટરનેશનલ હતી
- Advertisement -