મેયરશ્રી મનભા મોરી તથા સિટી DYSP મનીષભાઈ ઠાકર સાહેબે ફૂટપાથ પર રહેતા પરિવારો ને માસ્ક તથા સેનેટાઇઝર આપ્યા .
- Advertisement -
મેયરશ્રી મનભા મોરી તથા સિટી DYSP મનીષભાઈ ઠાકર સાહેબે ફૂટપાથ પર રહેતા પરિવારો ને માસ્ક તથા સેનેટાઇઝર આપી શહેરીજનો ને માસ્ક ફરજિયાત પહેરવાનો અદભુત સંદેશ આપ્યો.
- Advertisement -
તાજેતરમાં ભાવ.મ.ન.પા ના કમિશ્નરશ્રી ગાંધી સાહેબ દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાં માટે બહાર પાડેલ જાહેરનામા સંદર્ભે મેયરશ્રી તથા DYSPશ્રી એ છેવાડાના પરિવારો ને માસ્ક આપી શહેરીજનો ને માસ્ક ફરજિયાત પહેરવાનો સીધો સંદેશ આપ્યો હતો.
- Advertisement -
આજ રોજ ભાઈબંધની નિશાળ દ્વારા છેલ્લા 1 મહિનાથી ફૂટપાથ પર રહેતા પરિવારો ને ભોજન-પ્રસાદ અપાઈ રહ્યો છે તે ફૂટપાથ પર રહેતા પરિવારોને ભાવનગર શહેરના મેયરશ્રી મનભા મોરી તથા સીટી Dysp ઠાકર સાહેબે માસ્ક તથા સેનેટાઈઝર આપી કોરોના મહામારી સામે લડવા ની હિમ્મત આપી તકેદારી સમજાવી હતી.
સાથે બન્ને મહાનુભાવો ભાઈબંધ ની નિશાળ ના બાળકો ની મોપાટ (શ્લોક-એકડા-કક્કો-ઘડિયા) ના સાક્ષી બન્યા તેમજ આ બાળકો ને હૃદય થી શુભાષીશ પણ પાઠવ્યા હતા
- Advertisement -