GTUમાં 13-14 ફેબ્રુઆરીએ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે
- Advertisement -
જીટીયુમાં 13 અને 14 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે, જેમાં 150થી વધુ કંપનીઓ 5200થી વધુ પોસ્ટ પર ભરતીની કાર્યવાહી કરાશે. જીટીયુ સાથે સંકળાયેલી કોલેજોના વિદ્યાર્થીઓ તેમ જ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.
- Advertisement -
શૈક્ષણિક વર્ષ-2020ના પ્લેસમેન્ટ કેમ્પમાં 5 હજારથી વધુ જુદી-જુદી જગ્યા માટે 150 કંપનીઓ આવશે, જેમાં 13મીએ 1847 ટેક્નિકલ, 14મીએ 3365 નોન ટેક્નિકલ જગ્યાઓ માટે ભરતી કરાશે. 3 હજારથી પણ વધુ વિદ્યાર્થીએ આ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને આ પ્લેસમેન્ટમાં ભાગ લઈ શકશે.
- Advertisement -