- Advertisement -
27-10-2018 ના રોજથી પ્રારંભાયેલી રામકથામાં મંગલા-ચરણ કરાવતા શ્રી એ કહ્યું કે શ્ર્લોકને લોક સુધી પહોચાડવાનું કામ વ્યાસપીઠે કહ્યું છે. અહી શ્રી રામદેવજી મહારાજની ઉપસ્થિતિ સાથે શ્રી રમેશભાઈ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું શ્રી મોરારિબાપુએ પોતાના જ વતનમાં તલગાજરડામાં દસમી કથાનો ઉમળકો વ્યક્ત કરવા અને ન કુમ પરિવાર પ્રત્યે રાજીમાં રજુ કર્યો હતો. તેઓએ વિશ્વનાથ મમ નાથમ મુરારી, ત્રિભુવન મહિમા તુમ્હારી, તુરહ ત્રિભુવન ગુરુ બેદ બબાના, આન જીવ પાવર કા જાના ચોપાઈને કેન્દ્રમાં રાખી પોતાના દાદાના સ્મરણ સાથે માનસ ત્રિભુવનના મંગલાચરણનું ગાન કર્યું હતું ,
આજે કથા પ્રારંભે શ્રી મોરારીબાપુએ કહ્યું કે શ્ર્લોકને લોક સુધી પહોચાડવાનું કામ વ્યાસપીઠે કહ્યું છે. તેઓ ત્રિભુવન શબ્દ સાથે પોતાના માટે ત્રણ ખુલ્લા પોતાના ઘરનો ખુણો, તલગાજરડા રામજી મંદિરનો ખૂણો તથા પોતાની આંખની ખૂણો હોવાનું જણાવ્યું હતું જે ત્રણેય ખૂણામાં સત્ય, પ્રેમ અને કરુણા રહેલા છે.મહુવાની તાજેતરની હિંસક ઘટનાનો ઉલ્લેખ કરી હવે તેવું કશું ન બને તે વ્યાસપીઠ આહવાન કરી તે ગામની દરેક વિશ્વસુધી રાખવા અનુરોધ કર્યો. તેઓએ વ્યાસપીઠ છેલ્લામાં છેલ્લા માણસ સુધી પ્રયાસ કરે છે તેમ કહ્યું આપણામાં પરમ તત્વ આપવા માંગે છે, પણ જગ્યા આપત નથી તે તત્વો પરમ જાય છે શ્રી મોરારીબાપુએ રામકથાના આરંભમાં સમાધાન અને અંતમાં શરણાગતિ રહેલ હોવાનું કહ્યું અહી દીપ પ્રાગટ્ય કરતા શ્રી રમેશભાઈએ કાનથી મંગળ કથા પ્રવેશવાથી વિનંતી બતાવે છે.
- Advertisement -
- Advertisement -
ભાગવત અને રામાયણ બંને તે ભગવાનના બાહ્ય સ્વરૂપ છે. કથાથી કૃષ્ણ આપણા હદયને સાફ કરે છે મનને નિર્મળ બનાવે છે તેમ કહ્યું શ્રી રમેશભાઈ એ અગાઉ અહી શ્રી મોરારીબાપુની કથા શ્રવણ કર્યાનું સ્મરણ કરી ન કુમ પરિવારના ભાવના બિરદાવ્યો હતો. શ્રી રામદેવજી મહારાજે શ્રી મોરારીબાપુ સાથેના ૩૦ વર્ષના પરિચયમાં દિવ્ય જ રહ્યાનો ભાવ રજુ કર્યો. તેમણે ભગવાન જેવું દૌવત્વ આપણામાં આવે તેથી કથા સાંભળી આપણા ચરિત્રમાં ઉતારવા શીખ આપી.
પ્રારંભે ચિત્રકુટધામથી પોથીયાણા રામકથા મંડપમાં પહોચી હતી, જેમાં કુમારી લક્ષ્મીબેન હરિભાઈ નકુમ શ્રી વનીતાબેન લાલજીભાઈ નકુમ તથા શ્રી કુંજલબેન દર્શનભાઈ નકુમ અને પરિવાર જનો જોડાયા હતા. પછી શ્રી રામદેવજી મહારાજની ઉપસ્થિતિ સાથે શ્રી રમેશભાઈ હસ્તે દીપ પ્રગટ્યા કરાયું હતું. અહી શ્રી વિશ્વભર મહારથી મહારાજે નકુમ પરિવારના આયોજનને બિરદાવતું ટુકું પ્રવચન આપ્યું હતું. શ્રી દલપતગીરી મહારાજ સાથે ઘણા સંતો સાધુઓ જોડાયા હતા. યજમાન પરિવારના શ્રી દર્શન નકુમે સૌને આવકાર્યા હતા.
કથા પ્રારંભ પ્રસંગે કેન્દ્રના, રાજ્યના તથા સ્થાનિક પદાધિકારીઓ સર્વ શ્રી મનસુખભાઈ માંડવીયા, શ્રી પરસોતમભાઈ રૂપાલા,પરેશભાઈ ધાનાણી, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી નારણભાઈ કાછડીયા ,શ્રી કનુભાઈ બારૈયા, શ્રી રાઘવભાઈ મકવાણા, શ્રી કેસુભાઇ નાકરાણી, શ્રી પ્રવીણભાઈ મારું, શ્રી કનુભાઈ કળસરિયા, શ્રી પ્રવીણભાઈ રાઠોડ, શ્રી સંજયસિંહ સરવૈયા, શ્રી મહેંદીબાપુ, શ્રી પેથાભાઈ આહીર, વગેરે જોડાયા હતા.આ પ્રસંગે અગાઉ શ્રી પરસોતમભાઈ રૂપાલા તથા શ્રી પરેશભાઈ ધાનાણીએ ઉદબોધનમાં આ આયોજનને બિરદાવ્યું હતું
- Advertisement -