મોરબીના આ મહિલા પોલીસકર્મીની ફરજનિષ્ઠા જોઈને તમે પણ કરશો સલામ
- Advertisement -
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસના એલ.આર.ડી. પ્રફુલાબા હસુભા પરમારના લગ્ન ગત તા. 17 મેના રોજ ટંકારા આર્યસમાજ ખાતે ફક્ત પરિવારના 12 લોકોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. લગ્ન બાદ સામાજિક રીત-રિવાજ અને નવા પરિવારમાં જવાનું હોવાથી મહિલા પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી લગ્નની થોડા દિવસોની રજા મળતી હોય છે. લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર થયા.17મી તારીખે પરિવારના 12 લોકોની હાજરી સાથે લગ્ન કર્યાં, 18મી તારીખે મહેંદીવાળા હાથ સાથે ફરજ પર હાજર થઈ ગયા.

- Advertisement -
કોઈપણ વ્યક્તિ માટે લગ્ન (Indian Marriage) પ્રસંગથી નવા જીવનની શરૂઆત થતી હોય છે. દાંમ્પત્યજીવન (Marriage Life) માટે અનેક અરમાનો અને સપનાઓ હોય છે. પણ લગ્ન કરીને તમામ અરમાનો અને સપનાઓનો ત્યાગ કરીને મુશ્કેલી વખતે પોતાની ફરજના પ્રાધાન્ય આપે તે જ સાચો ફરજનિષ્ઠ કર્મચારી કહેવાય. આવી જ ફરજનિષ્ઠા વાંકાનેર તાલુકા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ દર્શાવી છે.
- Advertisement -
આ કર્મીએ લગ્ન માટે ફક્ત એક જ દિવસની રજા લીધી હતી. બીજા દિવસે તેઓ ફરજ પર હાજર થયા હતા. મહેંદી પણ સુકાઈ ન હતી ત્યાં લગ્નના બીજા દિવસે લૉકડાઉનની ફરજ માટે હાજર થતાં તેમની નિષ્ઠાપૂર્વકની ફરજ જોઈને તમામ સ્ટાફે તેમનું જોરદાર અભિવાદન કર્યું હતું.
જોકે, આ મહિલા પોલીસ કર્મચારીએ હાલના કોરોના વાયરસની મહામારીને લઈને લાગૂ કરાયેલા લૉકડાઉનમાં પોતાની પોલીસ તરીકેની જવાબદારી મહત્ત્વની સમજીને સરકાર તરફથી મળેલી લગ્નની રજા પર સ્વેચ્છાએ કાપ મૂક્યો હતો.

મહિલા એલઆરડીએ લગ્નની એક જ દિવસની રજા રાખી હતી. લગ્ન થયાં હોય મહેંદી સાથેના હાથે તેઓ સમયસર પોતાની પોલીસ તરીકેની ફરજ બજાવવા વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે ફરજ પર હાજર થયા હતાં અને તેઓએ પોતાની અંગત જીવન કરતા પોતાની ફરજને પ્રાથમિકતા આપી હતી.
વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. આર. પી. જાડેજા અને સ્ટાફે મળી તેઓનું અભિવાદન કર્યું હતું. સાથે જ મોરબી વિભાગીય ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા પણ મહિલા કોન્સ્ટેબલને શુભેચ્છાઓ પાઠવી કામગીરીને બિરદાવી હતી.
- Advertisement -