- Advertisement -
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં એક પણ પોઝિટીવ કેસ નહીં
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિના જણાવ્યા મુજબ ગઈકાલે 11 વ્યક્તિઓના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.. જે નેગેટિવ આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના(corona) કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે
- Advertisement -
અત્યાર સુધીમાં 3 કરોડ, 50 લાખ, 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 કરોડ, 50 લાખ, 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. લોકો પૂરતો સહયોગ આપે અને આરોગ્યની સંભાળ રાખતા કર્મચારી ડોક્ટરો, નર્સો બધાને સાથ સહકાર આપી પ્રોત્સાહિત કરો.
- Advertisement -