fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

હવે વનરક્ષકની લેખિત પરીક્ષા રદ: 6 લાખ 25 હજારે કરી હતી ઉમેદવારી

1,261

- Advertisement -

ગાંધીનગર: લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના બાદ હવે આગામી રવિવાર તા. 23 ડિસેમ્બરના રોજ યોજાનાર વનરક્ષક સંવર્ગ-3ની પરીક્ષા રદ કરવામાં આવતા લાખો ઉમેદવારોને ફરી એકવાર પરેશાન થવાનો વારો આવ્યો છે અને પરીક્ષાની વિશ્વસનીયતા પર ફરી એક વખત સવાલ ઉઠ્યો છે. નોંધનીય છે કે વનરક્ષક સંવર્ગ-3ની પરીક્ષા માટે 6 લાખ 25 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે તેની સામે જગ્યાએ માત્ર 334 છે.

- Advertisement -

રાજ્યના વહિવટ અને આઇટી વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા આજે પ્રેસનોટ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદાજુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-3ની અંદાજીત 334 જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 23/12/2018 રવિવાર સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન આયોજીત કરવામાં આવી હતી તેને રદ કરવામાં આવી છે. આ પરીક્ષા માટે નવી તારીખ અને સમયની બાદમાં જાહેરાત કરાશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં પોણા નવ લાખ ઉમેદવારોને પરેશાન થવાનો સમય આવ્યો હતો ત્યારે હવે વનરક્ષક સંવર્ગ-3ની પરીક્ષા પણ કોઈ કારણ જણાવ્યા વિના જ રદ કરી દેવામાં આવતા હવે સવા છ લાખ ઉમેદવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!