ગુજરાતના છેવાડાના આ સ્થળ પર પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી.
ગુજરાત રાજયના છેવાડાનો જિલ્લો-વલસાડ, વલસાડ જિલ્લામાં વિલ્સન હીલ, બરૂમાળ કે પારનેરા ડુંગર વગેરે વિશે તો વલસાડ ગુજરાતભરમાં પ્રખ્યાત છે.

પરંતુ સજનીબરડા, વાઘવળ કે કપરાડાના છેવાડાના અન્ય ગામોમાં નયનરમ્ય કુદરતી દ્રશ્યો જોવા મળે છે. કુદરતી સાપસીડી સમાન ઘાટના વળાંકવાળા રસ્તાઓ ચઢતાં પેટમાં ગુદગુદી ચોક્કસ થાય.

ડુંગરોથી ઘેરાયેલા નાના-નાના ગામો-ઘરો નદી-તળાવ, ઝરણા, ખેતરોને માણવાનો લાહ્વો કંઇક ઓર જ છે. આ ગામોમાં કોઇ ચોક્કસ સેલ્ફી પોઇન્ટસ નથી પરંતુ ચારે બાજુથી ફોટા લઇ શકાય તેવા મનોહર વ્યુ પોઇન્ટ જરૂર છે.

સોનેરી કિરણ ધરાવતો ઉગતો સૂર્ય હોય કે પછી કેસરીયો સાંજનો સૂર્ય હોય બન્ને દ્રશ્યો મનમોહક છે.