Google પ્લે સ્ટોર પર Paytm App હટાવી દેવાઇ જાણો શું છે કારણ
- Advertisement -
Google Play Store પરથી Paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ Paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Google ઇન્ડિયાએ જણાવી પ્લે સ્ટોરની પોલીસી
- Advertisement -
- Advertisement -
રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.
‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જો એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે. ‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.
પેટીએમએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા અપડેટ કરવા માટે ગૂગલના પ્લે સ્ટોર પર અસ્થાયીરૂપે અનુપલબ્ધ છે. તે ખૂબ જ ટૂંક સમયમાં પાછી આવશે. તમારા બધા પૈસા સંપૂર્ણપણે સલામત છે અને જે લોકો પહેલાથી પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે તેઓ હંમેશની જેમ તેમની પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
- Advertisement -
સારું કર્યુ સાવ paytm બંધ જ થઇ જવી જોઈએ
કારણ કે એકાઉન્ટ ફ્રોડ ના બનાવ સોથી વધારે એક આ paytm અને olx પર જ થાય છે