મુળ વતન ભાલ તથા હાલમાં અમેરિકામાં વસતા પ્રખ્યાત ગાયીકા પ્રિયંકા ખેરનુ નવું ‘જુનાગઢ શેરની બજારમા’ ગીત રિલીઝ થયુ.
- Advertisement -
પ્રિયંકા ખેર મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા માં આવેલા પચ્છમ ગામના વતની છે જ્યાં લોક સંસ્કૃતિ હજી તેના મૂળ સ્વરૂપમાં સચવાયેલી છે. પ્રિયંકાના અવાજની સરળતા તેની ઓળખ છે . સંગીતનો વારસો પ્રિયંકાને તેના માતા-પિતા તરફથી મળ્યો. માતા ગુજરાતી ભજનો અને કીર્તનો સુંદર રીતે ગાતા. નાનપણથી જ સંગીત માં અત્યંત રસ ધરાવતા પ્રિયંકા સ્કૂલ, બાળમંદીર તથા college સ્પર્ધાઓમાં પણ ઇનામ જીતીને લાવતા અને તે ગુજરાતી સંગીત ઉદ્યોગમાં બેક-ટૂ-બેક મેલોડિયસ હિટ્સ ઓફર કરવા માટે જાણીતી છે. જોકે પ્રિયંકા ખેર ઓગસ્ટ ૨૦૧૫ માં યુ.એસમાં આવી ગયા. પ્રિયંકા સાથે વાતચીતમાં તેણે જણાવેલ કે ભવિષ્યમાં તેઓ પોતે લખેલા ગીત ઉપર પણ પર્ફોર્મન્સ કરવા માંગે છે. આગામી સમયમા એમના પોતાના લખેલા ગીતો પણ આપણને સાંભળવા મળે તો નવાઇ નહીં.
- Advertisement -
- Advertisement -
હlલ ફરી એકવાર, તે ગુજરાતી Mashup સાથે આવી છે ‘જુનાગઢ શેરની બજારમા’ અને તેણે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગીતની વિગતો શેર કરી હતી. તેણે ગીતનું પોસ્ટર શેર કર્યું હતું જેને તેના પ્રશંસકો તરફથી પુષ્કળ પ્રશંસા અને પ્રતિક્રિયાઓ મળી હતી. મિશિગનમાં ડેટ્રોઇટ શહેરમાં સુંદર રીતે આકર્ષિત કરતું આ ગીત, લોકોના દિલમાં જીતવા જઇ રહ્યું છે. “જૂનાગઢ શેરની બજારમાં” ગીત ના મૂળ રચયિતા છે નયનેશ જાની અને કવિ શ્રી તુષાર શુકલા તથા પાટણથી પટોળા ના મૂળ રચયિતા છે શ્રી અવિનાશ વ્યાસ.
પ્રિયંકાએ અગાઉ ગોરમા, સાયબો મારો ગુલાબનો છોડ જેવા ગીતો તેના મધુર કંઠે ગાયેલા ખુબ જ પ્રખ્યાત થયેલ. પ્રિયંકા અને તેનું બેન્ડ અમેરીકા, કેનેડા અને મેક્સિકો માં પણ શૉ કરે છે. તેઓ Priyanka Kher Productions નામની કંપની પણ ચલાવે છે, જે મ્યુઝિક આલ્બમ, શોર્ટ ફિલ્મ, અને એડ્સ બનાવે છે.
- Advertisement -