ભાવનગર ઈજનેરી કોલેજોની બેઠકો ઘટાડવાનો વિરોધ.
- Advertisement -
તાજેતરમાં રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા એક પરીપત્ર કરીને રાજ્ય માં આવેલી સરકારી ઈજનેરી કોલેજો અને પોલીટેકનિક કોલેજો માં કેટલીક ફેકલ્ટી બંઘ કરવાના અને કેટલીક ફેકલ્ટી ની સંખ્યા ઘટાડવાના નિર્ણય ને કારણે ભાવનગર ની રાજાશાહી વખતની સર. ભાવસિંહજી પોલીટેકનિક ઇન્સ્ટિટ્યૂટ એક સપનું બની જાય તે રીત ની પરિસ્થિતિ પેદા થાય તેમ હોય આ સંસ્થા એ રાજ્ય અને રાષ્ટ્ર ની વિવિધ ફેકલ્ટી નાં ઇજનેરો પુરા પાડી ભાવનગર નું નામ પણ ઉજળું કયુઁ છે અને પોતાનૂં યોગદાન આપ્યું છે તેવી આ સંસ્થા ને રાજ્ય સરકાર દ્વારા આ રીતે અન્યાય કરતાં નિર્ણય માં પુન. વિચારણાં કરવા આદેશ આપવા અમારી આ નમૃ રજૂઆત છે.

- Advertisement -
- Advertisement -
આ નિર્ણય થી આશરે ૨૫૦૦ જેટલી સીટો ઘટાડી દેવામાં આવી છે
તેનાથી ચોથા ભાગ ની એટલે કે ૬૩૮ જેટલી બેઠકો એકલા ભાવનગર ને સહન કરવાની થાય છે શહેર ની ૩૭ વર્ષ જુની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ માં સાત પૈકી ત્રણ વિધાશાખા ઈ. સી. આઇ. સી. તેમજ પ્રોડક્શન સંપૂર્ણ રીતે બંઘ થશે તેમજ મીકેનીકલ ની ૩૮ બેઠકો ધટશે તેમ મળી કુલ ૪૧૩ બેઠકો એક ઝાટકે ધટાડી દેવામાં આવી છે. શહેર ની અન્ય કોલેજો માં પણ પ્રોડક્શન બાૃચ અને ઇ. સી. ની બેઠકો અડધી થશે તેમ મળી ૨૨૫ બેઠકો ઘટશે આમ એકંદરે ૬૩૮ બેઠકો નું નુકસાન ભાવનગર ને માથે આવ્યું છે સરકાર નો આ નિર્ણય ભાવનગર ને અન્યાય કરતો હોવાથી ગરીબ વિદ્યાર્થી ઓ જેઓ કે ઇજનેર બનવાનું સપનું સેવી ને બેઠાં છે તેવા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય દાઝયા પર ડામ જેવો છે

આથી રાજય સરકાર નો આ નિર્ણય તાકીદે રદ કરવા સુચના આપવા ભાવનગર પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા) એ ગુુુજરાત રાજયપાલ શ્રી ને પત્ર લખ્યો.
- Advertisement -