fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

રાજકોટની આ જાણીતી કંપનીએ માત્ર 10 દિવસના ગાળામાં ધમણ-1 નામનું વેન્ટિલેટર તૈયાર કરી દીધું

1,009

- Advertisement -

કોરોનાના દર્દીઓની સારવારમાં સૌથી આવશ્યક હથિયાર છે વેન્ટિલેટર. પરંતુ અત્યારે સમગ્ર દુનિયમાં આ રોગચાળાએ માઝા મૂકી હોવાથી આખા વિશ્વમાં તેની શોર્ટેજ છે. ત્યારે રાજકોટની ‘જ્યોતિ CNC’ કંપનીએ માત્ર 10 જ દિવસમાં ‘ધમણ-1’ નામનું અફોર્ડેબલ વેન્ટિલેટર બનાવ્યું છે. શનિવારે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જ્યોતિ CNC કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ મળીને આ જાહેરાત કરી હતી. અત્યારે માર્કેટમાં મળતાં વેન્ટિલેટરની કિંમત ₹6.50 લાખ જેટલી હોય છે, તેની સામે ‘ધમણ-1’ ₹1 લાખ કરતાં પણ ઓછી કિંમતે બન્યું છે.

લુહારી કામમાં વપરાતાં અને હાર્મોનિયમમાં રહેલાં ધમણની જેમ જ વેન્ટિલેટર પણ પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ કરતું હોઈ, આ સ્વદેશી વેન્ટિલેટરને ‘ધમણ’ નામ અપાયું છે. અત્યારે તેનું પહેલું વર્ઝન છે એટલે કે તે ‘ધમણ-1’ તરીકે ઓળખાય છે.

- Advertisement -

- Advertisement -

આગળ જતાં વધુ એડવાન્સ્ડ ધમણ-2 અને 3 પણ બનશે, જેથી તે અન્ય દર્દીઓને પણ કામમાં આવી શકશે. આ માટે કંપનીના દોઢસો જેટલા એન્જિનિયર્સ છેલ્લા દસ દિવસથી દિવસ-રાત કામ કરી રહ્યા હતા. અત્યારે વિદેશથી આયાત બંધ છે એટલા માટે સુરત, જામનગર, મોરબી, મુંબઈ, ચેન્નઈ સહિતની 26 કંપનીઓએ પાર્ટ્સ આપ્યા છે. આ રીતે જોઈએ તો ‘ધમણ-1’ સંપૂર્ણ સ્વદેશી વેન્ટિલેટર છે. દર્દીઓ પર તેનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને તે સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે.

આવતા 3 દિવસ પછી કંપની રોજના 100 યુનિટ લેખે ‘ધમણ-1’નું ઉત્પાદન કરશે. એટલું જ નહીં, પહેલા 1 હજાર વેન્ટિલેટર ગુજરાત સરકારને ડોનેટ કરશે. ત્યારબાદ કોરોનાથી વધુ ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને પણ આ વેન્ટિલેટર પૂરાં પાડવામાં આવશે.

અવલ્લ દરજ્જાના એન્જીનીયર એવા પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે પ્રથમ 1000 વેન્ટીલેટર તેઓ ગુજરાત સરકારને દાનમાં આપીને રાષ્ટ્રઋણ અદા કરશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!