રાજકોટ: ભાજપની મુશ્કેલી વધી, કુંવરજીને હરાવવા નાકિયાને ઈન્દ્રનીલનો મજબૂત ટેકો
- Advertisement -
રાજકોટ: જસદણ વિધાનસભા ચૂંટણીનો જંગ છેડાઈ ચુક્યો છે અને ગુરૂ-ચેલા તરીકે ઓળખાતા કુંવજી અને નાકિયા સામસામે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. ત્યારે કુંવરજી બાવળીયાથી નારાજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પક્ષ સાથે છેડો ફાડી ચુક્યા હોવા છતાં નાકિયાની પડખે આવી ગયા છે અને બવાળીયાને હરાવવા અવચર નાકિયાની મદદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં હાઇ કમાન્ડ દ્વારા બંધબારણે જસદણના જંગની જવાબદારી રાજ્યગુરૂને સોંપવામાં આવી હોવાનું અને અવચર નાકિયાની પસંદગી તેમના ઈશારે કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જેને લઈને ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.
- Advertisement -
સૂત્રોનું માનીએ તો આ જંગમાં બાવળીયાનો સામનો કરવા માટે અવચર નાકિયા અગાઉથી ઈન્દ્રનીલના પસંદગીના ઉમેદવાર હતા અને તેમને ટિકિટ મળે તો આ જંગમાં જીત મેળવવાની ખાતરી તેમણે પ્રદેશ નેતાગીરીને આપી હતી. અગાઉ પણ જસદણ વીંછીયા પંથકમાં ઈન્દ્રનીલ અને નાકિયા અવારનવાર સાથે જોવા મળ્યા હતા. અને દરમિયાન રાજયગુરૂની સાયકલ યાત્રામાં પણ નાકિયાએ તમામ જરૂરી વ્યવસ્થા કરી આપી હતી. ઉલ્લેખનીય છેકે કુંવરજીથી નારાજ થઇને જ ઈન્દ્રનીલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
- Advertisement -
કુંવરજીને હરાવવા માટે છેલ્લા એક મહિનાથી ઈન્દ્રનીલે જસદણ પંથકમાં ધામા નાખ્યા છે. તેમજ આગામી 20 દિવસ સુધી અવચર નાકિયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ચૂંટણી પ્રચારમાં સાથે રહેવાના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં અવચર નાકિયા રાજ્યગુરૂ સાથે જસદણના એક-એક ગામડાઓમાં જઈને મહેનત કરી ચુક્યા છે. આમ કુંવરજી પોતાનો પ્રચાર શરૂ કરે તે પહેલાં જ ઈન્દ્રનીલ-નાકિયાએ પ્રચારનો એક રાઉન્ડ પૂર્ણ કરી લીધો છે. અને હવે તેઓ બીજા રાઉન્ડના પ્રચારની શરૂઆત કરશે.
- Advertisement -