રાજકોટની મોટીવેશનલ સ્પિકર પુત્રીની લગ્નપ્રસંગે ખુબજ અનોખી પહેલ
રાજકોટ ખાતે નાના મવાના હરદેવસિંહ જાડેજાના દિકરી કિન્નરીબા પોતાના લગ્નપ્રસંગે કરિયાવરમા પુસ્તકો માંગ્યા અને પિતા એ ગાડું ભરીને પુસ્તકો આપ્યા.
રાજકોટના નાનામવામાં રહેતા હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી હતા, કિન્નરીબાના વાંચન શોખે તેમને એક સારા વક્તા પણ બનાવ્યા છે.

કિન્નરીબાની લગ્ન વડોદરાના ભગીરથસિંહ સરવૈયાના પુત્ર અને હાલમાં કેનેડા રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે થઇ રહ્યા છે, કિન્નરીબાએ તેમના પિતા હરદેવસિંહને કહ્યું કે, મને કરિયાવરમાં મારા વજન જેટલાં પુસ્તકો આપજો, દીકરીની વાત સાંભળી પિતા ગળગળા બની ગયા, પિતા હરદેવસિંહ સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રી ને કન્યાદાન રૂપે આપશે.
હરદેવસિંહે દીકરીને કેવા પુસ્તકો આપવા તેની યાદી તૈયાર કરી અને છેલ્લા છ મહિનામાં દિલ્હી, કાશી અને બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી પુત્રીના કરિયાવર માટે 2200 પુસ્તકો એકત્રિત કર્યા.

કિન્નરીબાને પોતે કરિયાવરમાં કુરાન, બાઇબલ અને 18 પુરાણ સહિતના પુસ્તકો ભેટ ધરશે. ગુરુવારે સાંજે પુત્રીને સાસરે વિદાયમા કન્યાદાન રૂપે પિતા હરદેવસિંહ પુસ્તકો ભરેલું ગાડુ આપશે.
સમાજના દરેક પરિવારો માટે ખુબજ સરસ પ્રેરણાત્મક પહેલ છે, દિકરીને કન્યાદાન રૂપે ૧૦ તોલા સોના આપવા કરતા સારા ૧૦ પુસ્તકો આપશો તો બને પરિવાર (શિક્ષિત) સાર્થક થશે.

રાજપૂત યુવતિ લગ્નપ્રસંગે ખોટા ખર્ચ રોકવા અને સાદગીપૂર્ણ અથવા સમૂહલગ્ન તરફ પ્રેરાય એ અભિયાન પર સમાજ ના સર્વ પરિવારો આગળ નવી રાહ દેખાડી