- Advertisement -
- Advertisement -
જાણે દેશમાં મૂર્તિઓ બનાવવાની હરીફાઇ લાગેલી હોય તેમ એક પછી એક રાજ્યોમાં મહાપુરુષોના સ્ટેચ્યૂ ઉભા થઇ રહ્યા છે. સરકાર આ પ્રતિમાઓ બનાવીને શું સાબિત કરવા માંગે છે. એક બાજુ દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે દેશમાં આવી ઉંચી પ્રતિમાઓ બનાવીને સરકાર શું કરવા માંગે છે, તે જનતાને પણ ખબર પડતી નથી.
હજી તો ગુજરાતમાં 31મી ઓક્ટોબરે સરદારની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ થયું, તેના થોડાક જ દિવસોમાં હવે રામની મૂતિ બનાવવાની વાત સામે આવી રહી છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હવે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ ભગવાન શ્રીરામની અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ સરદાર વલ્લભભાઈની મૂર્તિ કરતા પણ ઉંચી હશે. દિવાળી પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેની વિધિવત રીતે જાહેરાત કરી શકે છે.]અનુસાર, સરદાર વલ્લભાઇ પટેલની મૂર્તિ પેડસ્ટલ સહિત 182 મીટરની છે, તે હાલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. તેના પર સરકારે 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ વલ્લભભાઇ પટેલની મૂર્તિનો પણ રેકોર્ડ પણ તોડશે. ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપનાનો પ્રસ્તાવ એક બેઠકમાં રાખવામાં આવી ચૂક્યો છે. જો કે, તેના શિલાન્યાસના કાર્યક્રમને નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ તેને લગાવવાની જાહેરાત મુખ્યમંત્રી કરી શકે છે. આ મૂર્તિ પર સરદાર કરતા પણ વધારે રૂપિયા ખર્ચ થાય તેવી સંભાવના છે.
ભગવાન શ્રીરામની આ મૂર્તિની કુલ ઉંચાઇ પેડસ્ટલ સહિત 201 મીટરની હશે. તેમાં 151 મીટરની મૂર્તિ હશે અને 50 મીટરનો પેડસ્ટલ હશે. ખાસ વાત એ છે કે આ પ્રતિમા કાંસાની બનાવવામાં આવશે. સૂત્રો અનુસાર, પહેલા ભગવાન શ્રીરામની મૂર્તિને અયોધ્યામાં શ્રીરામ લલાની મંદિરની તરફ મોઢું હોય તેવી લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે જ્યોતિષીઓની સલાહ પર મૂર્તિનું મોઢું પૂર્વ-ઉત્તર રાખવામાં આવશે. આવુ એટલા માટે કારણ કે, વાસ્તુના હિસાબથી પૂર્વ અને ઉત્તરની દિશાને ઈશાન કોણ એટલે કે ઈશ્વરનો ખુણો કહેવામાં આવ્યો છે. કહેવાય છે કે આ સ્થાન પર ઈશ્વરનો વાસ હોય છે.
જ્યા સુધી ભગવાન શ્રીરામ અને હનુમાનજીનીમૂર્તિનો સવાલ છે, આ મૂર્તિઓ લગભગ બનાવીને તૈયાર છે. આ દિવાળી અને પ્રયાગરાજ કુંભના કારણે અયોધ્યા આવનાર પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ બનાવવાની તૈયારીમાં છે. ભગવાન શ્રીરામ અને હનુમાનજીની મૂર્તિઓ સ્વંય ઉપરી સચિવ અવનીશ અવસ્થીએ ઉપલબ્ધ કરાવી છે.
- Advertisement -