fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

અમરેલીમાં કોવિડ-૧૯નું વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા તંત્ર દ્વારા ઝુંબેશ.

363

- Advertisement -

મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારના ૯.૩૦ થી રેપિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી શરુ

- Advertisement -

અમરેલી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને રોકવા અમરેલી વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરી સંક્રમિત વ્યક્તિઓની તાત્કાલિક સારવાર મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી અંદાજે ૩૦૦૦ જેટલી એન્ટિજેન રેપિડ ટેસ્ટ કીટ દ્વારા દરરોજ ૬૦૦ થી ૮૦૦ વ્યક્તિઓનું સેમ્પલિંગ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આજથી દરરોજ અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારના ૯.૩૦ કલાકથી કોવિડ-૧૯ના રેપિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે વ્યક્તિઓને શરદી, ખાંસી, શ્વાસોશ્વાસમાં તકલીફ જેવા લક્ષણ ધરાવતા વ્યક્તિઓએ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો વહેલું પરીક્ષણ થાય અને તાત્કાલિક સારવાર મળી રહે તો મોટી મુશ્કેલી ટાળી શકાય છે. ૫૦ વર્ષથી કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને ડાયાબિટીસ, હૃદયરોગ, હાયપર ટેંશન, કિડનીની ગંભીર બીમારી હોય તો વ્યક્તિ હોય તો ફરજિયાત પોતાનું ટેસ્ટ કરાવી લેવું ખુબ જ જરૂરી છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!