એરફોર્સ: ભારતીય વાયુ સેનામાં ગ્રુપ વાય નોન ટેક્નિકલ પોસ્ટ માટેની ભરતી યોજાશે
- Advertisement -
ભારતીય વાયુ સેનામાં ગ્રુપ વાય નોન ટેક્નિકલ પોસ્ટ માટેની જગ્યા માટે ધો.12 અને સમકક્ષ 50% સાથે અને અંગ્રેજી વિષયમાં 50 માર્કસ સાથે પાસ, તા.17 જાન્યુઆરી, 2000 થી તા.30 ડિસેમ્બર 2003 વચ્ચે જન્મેલા અપરણિત પુરુષ ઉમેદવારો માટે કેન્દ્રીય વિદ્યાલય, મકરપુરા-વડોદરા ખાતે તા.23 સપ્ટેમ્બર થી 04 ઓક્ટોબર સુધી એરફોર્સ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌપ્રથમ શારીરિક કસોટી લેવાશે, તેમાં સફળ થનારને આગળની ભરતી પ્રક્રિયામાં હાજર રહેવાનું રહેશે. લેખિત પરીક્ષા હેતુલક્ષી અંગ્રેજી/હિન્દી માધ્યમમાં લેવાશે. નીચે આપેલી વેબસાઇટ પર વધુ વિગતો જાણીને ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારને જ ભરતી મેળામાં પ્રવેશ અપાશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશનની વિગતો:
વેબસાઇટ: www.airmenselection.cdac.In
છેલ્લી તારીખ: 10 સપ્ટેમ્બર, 2020
- Advertisement -
- Advertisement -