RTE નિયમ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકા મુજબ વિનામૂલ્યે ભણવાનો અવસર , જાણો સમગ્ર વિગત
- Advertisement -
ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન નિયમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2020-21માં નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ એક માં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https:// rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ 19 ઓગસ્ટ થી તારીખ 29 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા અધિકારીને ક્યાં રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
- Advertisement -

- Advertisement -
કોરોનાની મહામારી હોય આ વર્ષે ઓનલાઇન ભરેલા ફોર્મ જમા કરાવવાના રહેશે નહીં . આ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે રીસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરવાની પ્રક્રિયા કોરોનાની મહામારીને કારણે રદ કરવામાં આવી છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેણાંકનો પુરાવો, જાતિ કે કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.
આરટીઈ અંતર્ગત નબળા અને તક વંચિત બાળકોને પ્રવેશ માટે અગ્રતાક્રમ જાહેર કરવામાં આવેલો છે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, એઆરટીની સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળશે. બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા દોઢ લાખની આવક મર્યાદા લાગુ પડશે.
- Advertisement -