દરેક નું મન મોહિલે તેવું સાંત્વની ત્રિવેદી નું નવું ગીત “મારુ મન મોહી ગયું” બહાર પડ્યું.
- Advertisement -
લોકપ્રિય ગુજરાતી ગાયિકા સાંત્વની ત્રિવેદીનું વરસાદી સોન્ગ “મારુ મન મોહી ગયું” યુટ્યુબ પર લોન્ચ થઈ ગયું જેને લોકો દ્વારા ખુબ બહોળો પ્રતિસાદ મળતા 48 કલાકમાં એક લાખ 40 હજાર કરતા વધુ વખત લોકોએ નિહાળ્યું તથા 11000 કરતા વઘુ લોકોએ લાઈક કર્યુ છે.
જૂના ગીતોને નવી રીતે પ્રસ્તુત કરવામાં સાંત્વની ત્રિવેદી હંમેશા અવ્વલ રહી છે. સાંત્વની ત્રિવેદી એ લોકગીત દ્વારા ખૂબ મોટી સફળતા હાંસલ કરી છે. અને તેમના લોકગીતો દર્શકોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જ્યારે સાંત્વની ત્રિવેદીનું નવું ગીત “મારુ મન મોહી ગયું” આવી ગયું છે.
- Advertisement -
- Advertisement -
આ ગીત ઝેજ મ્યઝિક એન્ડ સ્ટુડીઓ પર રિલિઝ થઈ ગયું છે. આ ગીતનું સંગીત આકાશ પરમારે આપ્યું છે. જ્યારે આ ગીતના શબ્દો વિરલ ઠકરએ લખ્યા છે. જ્યારે દેવ પટેલ અને અમિત ઢોલી એ શૂટ કર્યું જેનું નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.
સાંત્વની ત્રિવેદીનું “મારુ મન મોહી ગયું”નું નવું વર્જન તદ્દન નવા પ્રકારે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ ગીતના શબ્દો પણ અલગ જોવા મળશે. સાંત્વની લોકગીતો માટે જાણીતી છે. અને તેમના દરેક લોકગીતોમાં તમને અલગ અલગ સ્થળો વિશેનો પરિચય થશે આ ગીતમાં પણ તમને પાવાગઢની તળેટીની સુંદર જગ્યા જોવા મળશે. આ અગાઉ સાંત્વની ઘણા અલગ અલગ સ્થળો પર ગીત બનાવી તે સ્થળોને લોકપ્રિય કર્યા છે.
સાંત્વની ત્રિવેદી મૂળ ગુજરાતના ગોધરા જિલ્લાની છે. તેનો જન્મ 15 જુલાઈ, 1995 માં થયો હતો. સાંત્વનીએ નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું. 25 વર્ષીય સાંત્વની ત્રિવેદીએ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે.
- Advertisement -