સાંત્વની ત્રિવેદીનું રોમેન્ટિક સોંગ વેરી વરસાદને ખુબ બહોળો પ્રતિસાદ.
- Advertisement -
લોકપ્રિય ગુજરાતી ગાયિકા સાંત્વની ત્રિવેદીનું વરસાદી સોન્ગ “વેરી વરસાદ” યુટ્યુબ પર લોન્ચ થઈ ગયું જેને લોકો દ્વારા ખુબ બહોળો પ્રતિસાદ મળતા 48 કલાકમાં એક લાખ 40 હજાર કરતા વધુ વખત લોકોએ નિહાળ્યું તથા 11000 કરતા વઘુ લોકોએ લાઈક કર્યુ છે.
- Advertisement -
સાંત્વની ત્રિવેદી વેરી વરસાદ પાછળ એક સુંદર મજાની કહાની છે. આ સોંગને રાજેશ કનમિયા દ્વારા લખવામાં આવ્યું છે. રાજેશ કનમિયા જ્યારે ગુજરાત પોલીસમાં હતા. ત્યારે તે જૂનાગઢ જિલ્લામાં પોતાની ફરજ બજાવતા હતા. અને તે વખતે તે વર્ષનો પહેલો વરસાદ પડ્યો અને ત્યારે તેમણે કવિતા લખી હતી.જેમના પર હાલમાં જ આકાશ પરમાર અને સાંત્વની ત્રિવેદીએ ભેગા થઇ ને આ સોંગ બનાવ્યું.
- Advertisement -
આ ગીતને નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે અને ભાર્ગવ પંડ્યા અને આકાશ પરમારે સંગીત આપ્યું છે અને દેવ પટેલે ડી.ઓ.પી. તરીકે કામ કર્યું છે.
સાંત્વની આજના જમાનાની એક યુવાઓને આકષૅતી “ફોક સોન્ગ” બનાવતી લોકપ્રિય ગાયિકા છે. થોડા સમય પહેલાં જ તેનુ “ઉચી તલાવડી” તથા “રુપાની ઝાંઝરી” જેવા હિટ ગીતો આપ્યા છે.
- Advertisement -