fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

પ્રખ્યાત ગાયિકા સાંત્વની ત્રિવેદી ને યુટ્યુબે સિલ્વર પ્લે બટન આપ્યું

385

- Advertisement -

ગોધરા શહેરની જાણીતી ગાયિકા સાંત્વની ત્રિવેદીના યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ 1.૮ લાખ ને પાર પહોંચતા યુટ્યુબે સન્માન રૂપે ગાયિકા સાંત્વની ત્રિવેદી ને સિલ્વર પ્લે બટન આપ્યું હતું.

ગોધરા જેવા નાનકડાં શહેરમાંથી આવતી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીને યુટ્યુબ એ સિલ્વર બટન આપી સન્માન કર્યું છે. આ સિદ્ધિ કોઈ નાની મોટી નથી. આ સિદ્ધિ ગોધરા અને સાંત્વની ત્રિવેદી માટે ખૂબ ગર્વની વાત છે.

- Advertisement -

- Advertisement -

સાંત્વની હાલ યુટ્યુબ પર ૧.૮ લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. અને તેમના ચાહકોમાં દિવસેને દિવસે વધારે થતો જાય છે. અને લોકોને તેમના ફોક સોન્ગ ખૂબ પસંદ પડી રહ્યા છે. આજથી પાંચ વર્ષ પહેલાં સાંત્વની એ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને જુદા જુદા પ્રવાસ સ્થળોએ વિડીયો બનાવીને પોતાના યુટ્યુબ પર મુક્યાં હતા. તેમણે ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં ગીત બનાવાની શરૂઆત કરી અને તેમના ગીતો દર્શકોને ખૂબ પસંદ પડ્યા. અત્યાર સુધીમાં સાંત્વની એ ૨૦ થી વધુ હિટ સોન્ગ આપ્યા છે.

હાલમાં જ સાંત્વનીનું ઓરિજિનલ આલ્બમ સોન્ગ “વેરી વરસાદ” ગુજરાતભરમાં ખૂબ લોકપ્રિય થયું. અને આ ગીતને ગુજરાતના સ્થાનિક રેડિયો સ્ટેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું. સાંત્વની ત્રિવેદી આ સિવાય વહાલનો દરિયો(કવર સોન્ગ), ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપ વગેરે પ્રસિદ્ધ ગીતો આપ્યા છે. આ દરેક ગીતોથી લોકોનો સાંત્વનીને ખૂબ પ્રેમ મળ્યો છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!