ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
- Advertisement -
ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં નાના-મોટા દુકાનધારકો, ધંધા – વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા.ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા જે દુકાનો – ધંધા – વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઈશે તેમજ દુકાન – ધંધા – વ્યવસાયનાં નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફને જ કામ પર રાખવાનો રહેશે. સાથે જ સૌએ માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે.
- Advertisement -
- Advertisement -
આ સુવિધાઓ 3 મે સુઘી બંઘ જ રહેશે.
- કટલેરીની દુકાન
- પાન પાલૅર
- ટી-સ્ટોલ
- હોટેલ-રેસ્ટોરન્ટ
- નાસ્તા ફરસાણની દુકાન
- પગરખા
- સલૂન એન્ડ સ્પા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણય હેઠળ જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે I.T તેમજ ITES ઈન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઈન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે. આવી છૂટછાટ પણ ઉપરોક્ત નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.
દુકાનદારોને કલેકટર પાસે પાસ કઢાવવાની જરૂર નથી. પોતાની પાસે શોપ એક્ટ લાયસન્સ હોઈ તેની કોપી સાથે રાખવી માણસોને પણ કોપી આપવી.
- Advertisement -