- Advertisement -
ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરનાર છે. જે આમ નાગરિકો માટે 1લી નવેમ્બર 2018થી ખુલ્લુ મુકવામાં આવશે. એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જયાં ફલાવર ઓફ વેલી ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઇન બુકિંગ માટે વેબસાઇડ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન બુકિંગ માટે પ્રવાસીઓ SVPRET પર જઇને ટિકીટ બુકીંગ કરાવી શકશે. આ બુકીંગ તા.27 ઓકટોબરથી શરૃ કરવામાં આવશે. મોબાઇલ એપ્લીકેશન ટૂંક સમયમાં કાર્યરત કરાશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેથી અને શ્રેષ્ઠ ભારત ભવનથી પણ ટિકીટ મેળવી શકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી મુલાકાતની ટિકિટ વ્યક્તિ દીઠ રૂ.350
વેબસાઇડ પર જાહેર થયેલા ટિકીટના દર મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી, વેલી ઓફ ફલાવર, મ્યુઝીયમ અને ઓડિયો – વિઝઅલ ગેલેરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાઇટ, સરદાર સરોવર ડેમ, તમામ માટે રૃપિયા 350 રાખવામાં આવ્યા છે. જયારે વ્યૂ ગેલેરી સિવાય તમામ સ્થળોએ ફરવાની ટિકીટ 3 થી 15 વર્ષના માટે રૃપિયા 60 અને 15 થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે રૃપિયા 120 ટિકીટ રાખવામાં આવી છે. તેમજ બસ સર્વિસમાં 3 થી 15 વર્ષની વ્યક્તિ માટે રૃપિયા 1 અને 15થી વધુ ઉંમરની વ્યક્તિ માટે રૃપિયા 30 ટિકીટ રાખવામાં આવી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને લીવર દ્વારા રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે
સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને અર્પણ કરવામાં માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે. ત્યારે સ્ટેચ્યુની બાજુમાં જ સભા મંડપ બનાવ્યો છે અને આ જ સભા મંડપમાંથી પ્રતિમાનું રાષ્ટ્રને અર્પણ વડાપ્રધાન કરવાના છે. અહીં મંડપની બહાર એક ૭૫ ફૂટનું કાપડ લગાવામાં આવ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં મુકાયેલા એક લીવરનું હેન્ડલ ફેરવી પ્રતિમા રાષ્ટ્રને અર્પણ કરશે.
રાજપીપળાના રાજવી પરિવારને આમંત્રણ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યુ છે ત્યારે ગઇકાલ સુધી રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજીને લોકાર્પણ માટે આમંત્રણ અપાયું ન હતું. જેથી રાજવી પરિવાર ખિન્ન થયો હતો. રાજવી પરિવારના મહારાજા વિજયસિંહજીએ દેશમાં પોતાના ગુજરાતના સ્ટેટ મર્જ કરવા સિંહ ફાળો આપ્યો હતો. ગઇકાલે સંદેશમાં આ અહેવાલ આવ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યુ હતું અને રાજવી પરિવારને આમંત્રણ મોકલાવ્યું હતું.
- Advertisement -
વિમાનો તિરંગો બનાવી પુષ્પવૃષ્ટિ કરશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણ માટે વડાપ્રધાન બટન દબાવશે તે જ ક્ષણે વાયુસેનાની સૂર્યકિરણની ટીમ તિરંગાની પ્રતિકૃતિથી સમગ્ર આકાશને કેસરી, સફેદ અને લીલા રંગથી ભરી દેશે. વડાપ્રધાન જયારે ધ વોલ ઓફ યુનિટીનું અનાવરણ કરસે તે જ ક્ષણે જગુઆર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની દિશામાં ઉડાન ભરશે. વડાપ્રધાન મોદી જયારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્મારક ખાતે જઇને સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરશે તે જ ક્ષણે બે એમઆઇ- ૧૭ હેલિકોપ્ટર પુષ્પવૃષ્ટિ કરશે.