ગુજરાત મુખ્યમંત્રીનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય
- Advertisement -
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય
પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્ય મંત્રી વિજયભાઈ ની પ્રેરણા થી ગુજરાત માં એક અભિનવ પ્રયોગ
રાજ્યના ધોરણ ૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી ગુજરાતી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -
વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે .
આવતીકાલ ગુરૂવાર તા. ૧૯ માર્ચથી દરરોજ ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.
ધોરણ-૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે .

ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે
- Advertisement -