fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

સુરતના પોલીસકર્મી જૈમીનદાન ગઢવીની ફરજ નિષ્ઠાને જાણશો તો તમને પણ થશે એમના પર ગવૅ

1,129

- Advertisement -

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. કોરોના સામેના જંગમાં લોકડાઉન એકમાત્ર અસરકારક ઉપાય હોવાથી લોકો પોતપોતાના ઘરમાં જ રહે એ માટે ગુજરાતનાં પોલીસકર્મીઓ ૨૪ કલાક ખડેપગે રહીને લોકડાઉનનું કડકપણે પાલન કરાવી રહ્યા છે.
સંકટના આ સમયમાં સુરતના પોલીસકર્મીની ફરજનિષ્ઠાનો એક કિસ્સો જાણીને પોલિસના જવાનો પ્રત્યેની તમારી માન્યતા બદલાઈ જશે.

- Advertisement -

- Advertisement -


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હેમુ ગઢવીના ઢાંકણીયા ગામના વતની ૨૭ વર્ષીય જૈમિનદાન ગઢવી હાલ પોતાના ગામ અને ઘર-પરિવારથી દૂર રહી સુરતના સિંગણપોર પોલિસ સ્ટેશનમાં પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વતનમાં તેમના પત્નીએ રામનવમીના પવિત્ર દિવસે સિઝેરિયન ડિલીવરીથી પુત્રને જન્મ આપ્યો હતો.

હાલ કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનના અમલ માટે રાતદિન ફરજ નિભાવી રહેલા જૈમિનદાનને પુત્રજન્મના સમાચાર મળતાં તેમની ખુશીઓનો પાર રહ્યો ન હતો. આવા ખુશીના પ્રસંગે સ્વાભાવિકપણે કોઈ પણ પિતાની નવજાત પુત્ર અને પત્નીની દેખરેખ, સારસંભાળ માટે હાજરી હોવી જરૂરી હોય છે. પરંતુ પુત્રજન્મની ખુશીના પ્રસંગનો વિચાર કર્યા વિના માત્ર દેશહિતને તેમણે મહત્વ આપ્યું છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!