રામમંદિર પર સંતોની મોટી જાહેરાત, ‘ડિસેમ્બરથી શરૂ થશે મંદિરનું કામ, રોક્યા તો…!!!
- Advertisement -
અયોધ્યામાં રામ મંદિર માટે 1992 જેવું આંદોલન માટે સંઘ પાસેથી મળેલા સંકેત બાદ દેશની રાજધાની દિલ્હીમાં રામ મંદિર માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલકટોરા સ્ટેડિયમમાં જોડાયેલા 1000થી વધારે સંતોએ ડિસેમ્બરમાં જ રામ મંદિરનું કામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. રવિવારે રામ મંદિર પર પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવશે.
ધર્માદેશ સંત મહાસમ્મેલન નામથી 125 સંપ્રદાયોની બેદિવસીય બેઠકમાં રામ મંદિર ન્યાસના સભ્ય રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, અંદરોઅંદર સહમતિથી ડિસેમ્બરથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું શરૂ થશે. જો મુસ્લિમ ઈચ્છે તો લખનઉ કે કોઇ પણ જગ્યાએ પોતાની મસ્જિદ બનાવી શકે છે. પરંતુ, તે ખુદાની મસ્જિદ હશે, બાબરી મસ્જિદ નહીં. વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે વેદાંતીના પ્રસ્તાનું સમર્થન કર્યું. તેમને કહ્યું કે, સરકાર સંસદના ચોમાસું સત્રમાં કાયદો લાવીને મંદિર નિર્માણનો રસ્તો સરળ કરશે તો વધારે સારું રહેશે. અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેંદ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સંતોને નિરાશ કર્યા છે, એવામાં કોઇ મોટો નિર્ણય જરૂર હશે. સમ્મેલનમાં મસ્જિદ પર વાત કરતા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ રામાનંદાચાર્ય હંસદેવાચાર્યએ આપત્તિ જતાવી અને કહ્યું કે, અમારું કામ મસ્જિદ બનાવવાનું નથી.
- Advertisement -
- Advertisement -
6 ડિસેમ્બરે શિલાન્યાસ?
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યું કે, જે રીતે મંદિર નિર્માણ પર 1992 જેવી પરિસ્થિતિ હતી, તેવી રીતે ન્યાયિક પરિસ્થિતિઓ ફરીથી બની શકે છે. સંતોની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલી સાધ્વી પ્રાચીએ કહ્યું કે, 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ પાડી દેવામાં આવી હતી. અમે એજ દિવસે મંદિરનો શિલાન્યાસ કરીશું.
આજ વર્ષે મળશે શુભ સમાચાર: રામદેવ
સંઘ અને બીજેપી નેતાઓની નિવેદનબાજીની વચ્ચે બાબા રામદેવે પણ મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, સંતો અને રામભક્તોએ સંકલ્પ લીધો છે કે રામ મંદિરમાં હવે વધારે રાહ નહીં. મને લાગે છે કે આ વર્ષે જ શુભ સમાચાર દેશને મળી જશે. જો કોર્ટના નિર્ણયમાં મોડું થયું તો સંસદમાં જરૂર તેનું બિલ આવશે, અને આવવું જ જોઇએ. રામ જન્મભૂમિ પર રામમંદિર નહીં બને તો કોનું મંદિર બનશે?
મૂર્તિ બનાવતા રોક્યા તો જોઇ લઇશું
યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે, એટલા માટે અમે આ મામલામાં કંઇ ન કરી શકીએ. મંદિર નિર્માણની તારીખ પણ અમે નથી બતાવી શકતા. પરંતુ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય મૂર્તિ બનાવતો કોઇ રોકી નહીં શકે, અને કોઈ રોકશે તો અમે જોઇ લઇશું.
- Advertisement -