ગુજરાતમાં યુવાને કરી આત્મહત્યા તો મિત્રએ પણ આપી દીધો જીવ
- Advertisement -
સમગ્ર દેશમાં બેરોજગારીનો રાક્ષસ વધુ વિરાટ બનતો જાય છે. કચ્છના મુંદ્રા તાલુકામાં આવેલા ભદ્રેશ્વર ગામના એક યુવાનને રોજગારી ન મળતા તેને આયખુ ટૂંકાવ્યું છે. આ ઘટનાનો એના મિત્રને આઘાત લાગતા તેણે પણ એની પાછળ જીવન ટૂંકાવ્યું છે. આ મિત્રએ ગળફાંસો ખાયને મિત્રની પાછળ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવાય છે કે, કચ્છના ભદ્રેશ્વર ગામમાંથી મોટી સંખ્યામાં યુવાનો સૈન્યમાં ફરજ અદા કરી રહ્યા છે. એક દિવસમાં બે લોકોની નનામી ઊઠતા આ ગામમાં વનવગડા જેવી શાંતિ વ્યાપી ગઈ છે. જ્યારે અનેક પરિવાર શોકમાં સરી ગયા છે.
- Advertisement -
મરીન પોલીસ મુંદ્રાના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકના મોટાભાઈ કુલદિપસિંહે કહ્યું કે, ગત મંગળવારે મોડી રાત્રે મહાવીરસિંહ જાડેજાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાય લીધો હતો. જેની અંતિમવિધિ પૂરી કરીને જ્યારે પરત ફર્યા ત્યારે આ વ્યક્તિના શોકમાં તેના જ મિત્ર જયદિપસિંહ જાડેજાએ બપોરે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. તેને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ એક જ દિવસમાં બે વ્યક્તિના મૃત્યુંથી ભદ્રેશ્વર તાલુકો શોકમગ્ન થયો હતો. આ મામલે મુંદ્રા પોલીસે કાયદેસરના પગલાં લઈને તપાસ શરૂ કરી છે.
- Advertisement -
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહાવીરસિંહે આર્થિકભીંસને કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે. ત્યાર બાદ મિત્ર જયદિપસિંહે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો પછી તેને પણ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જયદિપસિંહનું આ પગલાં પાછળનું કારણ શું છે તે હજું સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયામાં એક એવો પણ મેસેજ કર્યો હતો કે, તુ પહોંચ હું તારી પાછળ આવું છં. જયદિપસિંહના આ પગલા પાછળ શું કારણો હોઈ શકે એ અંગે હજુ તપાસ ચાલું છે.
- Advertisement -