fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

યુનિ. વિદ્યાર્થી સેનેટની ૬ બેઠકોની ચૂંટણીમાં ૮.૩૦% કંગાળ મતદાન

516

- Advertisement -

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીની ૬ વિદ્યાશાખાના સ્નાતકોના મતદાર વિભાગની સેનેટની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે મતદાન યોજાયુ હતું. વિદ્યાર્થી સેનેટની ચૂંટણી અંતર્ગત કાર્યકારી કુલપતિ ડો.ગિરીશભાઈ પટેલે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. નવા એક્સટર્નલ ભવનમાં મતદાન કરી રહેલા મતદારો અને કેમ્પસમાં બેઠેલા છાત્રો તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે.

ભાવનગર યુનિર્વિસટીના નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગની (વિદ્યાર્થી સેનેટની) ૬ બેઠકની આજે રવિવારના ૧૮ મતદાન કેન્દ્રો પર યોજાયેલી ચૂંટણીમાં અંદાજિત ૮.૩૦ ટકા જેટલુ કંગાળ મતદાન થયુ હોવાની યુનિર્વિસટીએ સત્તાવાર રીતે ઘોષણા કરી છે.યુનિ. વિદ્યાર્થી સેનેટની ૬ બેઠકની ચૂંટણી જંગમાં ઝૂકાવેલા ૧૪ ઉમેદવારોનુ કિસ્મત મતપેટીમાં સીલ થઈ ગયુ હતું.બીજી તરફ યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો.ગિરીશભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, યુનિ. દ્વારા આજે રવિવારના યોજાયલી વિદ્યાર્થી સેનેટની ચૂંટણી અંતર્ગત આવતીકાલ તા.૫ના સવારના ૧૧ કલાકે યુનિ.ના જૂના કોર્ટ હોલ ખાતે મતગણનાનો આરંભ થશે.મતગણનાના આરંભ સાથે જ કિસ્મત અજમાવી રહેલા ૧૪ ઉમેદવારના ભાગ્યનો ફેસલો થઈ જશે.

- Advertisement -

- Advertisement -

આ અંગે યુનિ.ના સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર, ભાવનગર યુનિ.ની વિદ્યાર્થી સેનેટની ૬ બેઠકની ચૂંટણી માટે આજે ભાવનગરના નવા એક્સટર્નલ બિલ્ડિંગ ખાતે, બોટાદકર કોલેજ, પારેખ કોલેજ, સિહોર-સણોસરા, પાલિતાણા, ગઢડા, ગારિયાધાર, તળાજા, વલભીપુર અને બરોડા ખાતે મતદાન યોજવામાં આવ્યુ હતું. યુનિ. વિદ્યાર્થી સેનેટની ચૂંટણી અંતર્ગત આજે યોજાયેલા મતદાનમાં આર્ટસ ફેકલ્ટીમાં ૬૫૬, સાયન્સ ફેકલ્ટીમાં ૬૧૨, લો ફેકલ્ટીમાં ૩૩૨, કોમર્સ-મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ૬૨૦, ડેન્ટલ-હોમિયોપેથી ફેકલ્ટીમાં ૩૯, એજ્યુકેશન અને રૃરલ ફેકલ્ટીમાં ૩૬૧ મતો પડયા હતા.

ભાવનગર યુનિર્વિસટીના કાર્યકારી કુલપતિ ડો.ગિરીશભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, યુનિ. વિદ્યાર્થી સેનેટની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. કોઈ ફરિયાદો આવી ન હતી.

ગત ચૂંટણી કરતા ૧.૧૭ ટકા મતદાન ઓછુ

ભાવનગર યુનિર્વિસટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં ગત વખતે ૯.૪૭ ટકા મતદાન થયુ હતું.જ્યારે આ વખતે છ બેઠક માટે ૮.૩૦ ટકા મતદાન થયુ છે.અર્થાત ૧.૧૭ ટકા મતદાન ઓછુ થયુ છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!