fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ધર્મસભામાં VHPની જાહેરાત- રામ મંદિર માટે અમને બધી જમીન જોઇએ, કેસ પાછો ખેંચે સુન્ની વકફ બોર્ડ

511

- Advertisement -

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સરકાર પર દબાણ ઉભું કરવા માટે યોજવામાં આવેલી વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભામાં મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થયા હતા.

વીએચપીએ દાવો કર્યો હતો કે આ ધર્મસભામાં બે લાખથી વધુ કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના ઇન્ટરનેશનલ સચિવ ચંપત રાયે કહ્યું હતું કે, અમારી ધીરજની કસોટી લેવામાં ના આવે. રામ મંદિર પર અમને કોઇ પણ ફોર્મૂલો મંજૂર નથી. રામ જન્મભૂમિના ભાગલા અમને સ્વીકાર્ય નથી.

- Advertisement -

- Advertisement -

અમને આખી જમીન જોઇએ છે. ચંપત રાયે જણાવ્યું કે, વિવાદિત જમીન પર નમાજ નહીં પઢવા દઈએ. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે હિન્દુ વર્ષોથી રાહ જુએ છે કે અહીં રામમંદિર બને. તેમણે જણાવ્યું હતું કે હિન્દુની ધીરજની પરીક્ષા ન લેવી જોઇએ. આજે માત્ર 48 જિલ્લામાંથી રામભક્તો આવ્યા છે, ભવિષ્યમાં આ ભીડ વધી જશે.

ધર્મસભાનું આયોજન મોટા ભક્તિમાલની બગિયામાં સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.  વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આ છેલ્લી ધર્મસભા છે.

ધર્મસભા માટે ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી ભક્તો અયોધ્યા પહોંચી ગયા છે. વિશ્વ હિંદુ પરિષદના ઇન્ટરનેશનલ સચિવ  ચંપત રાયે કહ્યું કે, 25 વર્ષ બાદ અમે આ સભાના આયોજનની જરૂર પડી છે.

જેથી કેટલાક સમજદાર લોકોને એ યાદ અપાવી દઇએ કે રામ મંદિરનો મુદ્દો છ ડિસેમ્બર 1992થી ખત્મ થયો નથી. આ મામલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ ટાળી રહી છે. અહીં રામ મંદિર હતું. મસ્જિદ બનાવવી યોગ્ય નથી. મંદિરનું નિર્માણ કોઇ પણ કિંમતે કરવામાં આવશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!