જાણો ગુજરાત માં લોકડા ઉન માં શું શું છૂટછાંટ મળશે? શું કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનની છૂટછાટ અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
- રાજ્યમાં અમદાવાદ અને સુરત કન્ટેન્મેન્ટ ઝોન રહેશ કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઇ છુટછાટ નહી
- માત્ર આવશ્યક ચીજવસ્તુઓનું જ વેચાણ થઇ શકશે સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી જ આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ થશે કન્ટેન્મેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં પણ વેપાર-ધંધાને છૂટછાટ મળશે
- અમદાવાદ, સુરત સિવાયના વિસ્તારોમાં રિક્ષા શરૂ થઇ શકશે, રિક્ષામા માત્ર બે વ્યક્તિઓ જ બેસશે
- અમદાવાદમાં એસટી બસ સેવા શરૂ થઇ શકશે નહીં
- શહેરમાં એસટી બસ પ્રવેશી શકાશે નહી નોન
- કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પ્રમાણ દૂકાનો ખુલશે, દુકાનોમાં 5થી વધારે લોકો એકઠાં થઇ શકશે નહીં
- રાજ્યમાં જાહેરમાં થુંકનાર અને માસ્ક નહીં પહેરનારને રૂ.200નો દંડ કરાશે
- કન્ટેન્મેન્ટ બહારના વિસ્તારોમાં પાન-મસાલાની દુકાનો ખુલશે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમશે, શરતો સાથે કામગીરી કરવાની મંજૂરી
- અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વેપાર-ધંધા અને દુકાનો ખોલી શકાશે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેબ સર્વિસ ચાલુ થશે
- ડ્રાઇવર સિવાય માત્ર બે વ્યક્તિઓ જ મુસાફરી કરી શકશે
- દરેકને વાજબી ભાવે માસ્ક મળશે થ્રી-લેયરનો ભાવ રૂ.5 અને એન-95નો ભાવ રૂ.65 નક્કી કર્યો
- માસ્ક અમુલ દૂધ પાર્લર પરથી થ્રી લેયર માસ્ક 5 રૂપિયે અને એન-95 માસ્ક 65 ના દરથી મળશે.
- મંગળવારે અમદાવાદમાં અને બુધવારથી રાજ્યભરમાં શરૂ થશે
- કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓફિસને ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રખાશે.
- અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે કોટ વિસ્તારમાં કોઇ છુટછાટ નહીં મળે,
- પશ્ચિમ વિસ્તારમાં વેપાર-ધંધા શરૂ થઇ શકશે
- લગ્ન પ્રસંગોમાં 50 લોકો જ હાજર રહી શકશે હેર કટિંગ સલુન, બ્યુટીપાર્લરને ખોલવાની મંજૂરી
- પબ્લિક લાયબ્રેરી ખુલી રખાશે પૂર્વ અમદાવાદમાં કેબ, ટેક્સીની સેવા બંધ.
- હોમ ડિલિવરી માટે જ રેસ્ટોરન્ટને છુટ.
- ડિવિલરી બોય્ઝના હેલ્થ કાર્ડ લેવાના રહેશે.
- ગુજરાતમાં હાઇવે ઉપર રેસ્ટોરન્ટ્સ, ઢાબાને સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે ખુલ્લી રખાશે.
- તમામ ગેરેજ, વર્ક્સશોપને ખુલ્લી કરાશે.
- Advertisement -